સાઉદી અરેબિયાના રણપ્રદેશના રાજા ગણાતા ઊંટને દેશની ધરોહરરૂપે સિમ્બૉલાઇઝ કરવા માટે થઈને એક આર્કિટેક્ટે ઊંટ શેપના બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે.
ઊંટના શેપનો મૉલ
સાઉદી અરેબિયામાં એક મૉલ બનવા જઈ રહ્યો છે જે હજી તો બને એ પહેલાં જ સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો છે. એનું કારણ છે એનો શેપ. વાઇરલ ક્લિપમાં દરિયાકિનારા પાસે કોઈ જાયન્ટ રાક્ષસી કદનું ઊંટ બેઠું હોય એવું લાગે છે. જોકે એ અસલી ઊંટ નથી પણ કૅમલના શેપનું બિલ્ડિંગ છે. સાઉદી અરેબિયા એની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ઊંટના શેપનો મૉલ બનાવવા માગે છે. હવે એ દિવસો ગયા કે લોકો મૉલને એક ખોખાના શેપમાં જ જુએ. મૉલની અંદર જેમ જોણું હોય છે એમ બહારથી પણ એ આકર્ષક હોવો જરૂરી છે. સાઉદી અરેબિયાના રણપ્રદેશના રાજા ગણાતા ઊંટને દેશની ધરોહરરૂપે સિમ્બૉલાઇઝ કરવા માટે થઈને એક આર્કિટેક્ટે ઊંટ શેપના બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. આ મૉલમાં શૉપિંગ, ગેમઝોન, એન્ટરટેઇનમેન્ટ ઉપરાંત નમાજ પઢવા માટે ઇબાદત રૂમોની ફૅસિલિટી પણ હશે.
સોશ્યલ મીડિયા પર આ વિડિયો એ રીતે વાઇરલ થયો છે જાણે કે રિયાધમાં આ કૅમલ શેપનો મૉલ ઑલરેડી બની ગયો હોય, પણ એવું નથી. હજી તો આ એક પ્રપોઝ્ડ પ્રોજેક્ટ છે અને કન્સ્ટ્રક્શનની શરૂઆત પણ નથી થઈ. એમ છતાં વિશિષ્ટ આકારને કારણે અત્યારથી એના વિશે હાઇપ ઊભો થઈ ગયો છે.

