Viral Video: ફિલ્મ `સૈયારા` જોવા થિએટરમાં ગયેલ આ ભાઈના હાથમાં આઈવી ડ્રિપ લગાડેલી છે. પણ તેની સાથે ગ્લુકોઝની બોટલ નીચે જમીન પર મૂકી છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઘણા લોકોને ફિલ્મો જોવાનો એવો ગાંડો શોખ હોય છે કે તે ફિલ્મ જોવા માટે કંઇપણ કરી છૂટવા તૈયાર થઈ જતાં હોય છે. હમણાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઈરલ (Viral Video) થયો હતો. જેમાં એક ફિલ્મ `સૈયારા`નો ફૅન આઈવી ડ્રિપ લગાડીને પણ થિએટરમાં ગયો હતો.
View this post on Instagram
ADVERTISEMENT
હાથમાં આઈવી ડ્રિપ લઈને ફિલ્મ જોવા ગયો
તાજતેરમાં જ રીલીઝ થયેલી અહાન પાંડે અને અનીત પડ્ડાની ‘સૈયારા’એ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી છે અને આ ફિલ્મ જોઈને લોકો ઓબ્સેસ્ડ થઈ ગયા છે. લોકો થિયેટરમાં જઈને આ ફિલ્મ જોવાનો લ્હાવો લઈ રહ્યા છે અને તેના ફોટોઝ-વિડિયોઝ શોષીયલ મીડિયામાં વહેતાં (Viral Video) મૂકે છે. એમાંથી આ ભાઈનો વિડિયો જબ્બર વાઈરલ થયો છે. કારણકે આ ભાઈને `સૈયારા` પ્રત્યે એટલો બધો ક્રેઝ છે કે એની શું વાત કરવી! આ ભાઈ હાથમાં આઈવી ડ્રિપ લગાડેલી હોવા છતાં ફિલ્મ જોવાનું ચૂક્યો નથી.
લોકો મજાક પણ ઉડાડી રહ્યાં છે
આ વાઈરલ વિડિયો (Viral Video)ની વાત કરીએ તો આ દૃશ્ય થિયેટરનું છે. એક ભાઈના હાથમાં આઈવી ડ્રિપ લગાડેલી છે. પણ તેની સાથે ગ્લુકોઝની બોટલ નીચે જમીન પર મૂકી છે. આમ તો જ્યારે દર્દીને ગ્લુકોઝની બૉટલ ચડાવવામાં આવે ત્યારે સામાન્યરીતે બૉટલ ઉપર લટકાવાય છે. જેથી સરળતાથી બૉટલમાનું પ્રવાહી દર્દીના શરીરમાં જાય. એક જણે તો કમેન્ટમાં લખ્યું પણ છે કે- ભાઈ, ડ્રિપને તો નીચે મૂકી છે. તો પછી તે હાથ સુધી કઈ રીતે પહોંચી રહી છે? તો કોઈ આ ભાઈના ગાંડપણ સામે મજાક કરતાં કહે છે કે કદાચ ડૉક્ટરે જ કહ્યું હશે કે ફિલ્મ જોયા બાદ તમે સ્વસ્થ થઈ જશો. એક યુઝરે તો એને લખ્યું છે કે ભાઈ તું ભગવાનને યાદ કર, સૈયારાથી કામ નહીં થાય. તો એકે તો એના વખાણ કરતાં લખ્યું છે કે, આટલું ડેડીકેશન! કે મૂવી માટે હોસ્પિટલથી ઊઠીને ચાલ્યો આવ્યો. ઘણા લોકોએ આ ભાઈની મજાક કરી છે. મોટાભાગના તો એવો દાવો કરી રહ્યા છે કે આ ભાઈને કંઈ જ થયું નથી. માત્ર આ ફેક મૂવ છે.
રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રના સાતારાના ફૈસલ નામના આ ફૅનનો વિડિયો વાઇરલ થયો છે. આ સિવાય એક અન્ય વિડિયો વાઇરલ થયો છે જેમાં એક શર્ટલેસ માણસ ફિલ્મમાં ઓતપ્રોત થઈને સિનેમા-હૉલમાં ફિલ્મના સ્ક્રીનિંગ દરમ્યાન ચીસો પાડતો, પોતાને મારતો અને લગભગ બેહોશ થતો જોવા મળે છે. આ વાઇરલ થયેલી ક્લિપમાં ‘સૈયારા’ના ટાઇટલ ટ્રૅક દરમ્યાન ફૅન થિયેટરના ફ્લોર પર ઢળી પડતો અને પોતાની છાતી પર મુક્કા મારતો જોવા મળે છે. જોકે આ વિડિયોના લોકેશનની ખબર નથી પડી રહી. આવા તો બીજા અનેક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. જોકે કેટલાક લોકો આવા વિડિયોને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે.
Viral Video: રિપોર્ટ પ્રમાણે અહાન પાંડે અભિનીત `સૈયારા`એ તેની થિયેટર રિલીઝના પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર રૂ. 21.25 કરોડની કમાણી કરી લીધી છે. મોહિત સૂરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ અને વાયઆરએફ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ રોમેન્ટિક ડ્રામાને લોકો ખૂબ વખાણી રહ્યા છે. આ ફિલ્મમાં અનીત પડ્ડા પણ છે. અહાન પાંડેએ આ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કર્યું છે. જેણે આ મૂવીમાં સિંગર ક્રિશ કપૂરનો રોલ અદા કર્યો છે. અનીત પડ્ડા વાણી બત્રાના રૂપે જોવા મળે છે.

