Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુલ્હાની કાર ફૂલોવાળી નહીં, ફળોવાળી

દુલ્હાની કાર ફૂલોવાળી નહીં, ફળોવાળી

Published : 15 April, 2026 11:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંતરાં, લાલ સફરજન, દાડમ અને દ્રાક્ષના ગુચ્છાથી આખી કારને સજાવવામાં આવી છે

ફળોવાળી દુલ્હાની કાર

અજબગજબ

ફળોવાળી દુલ્હાની કાર


લગ્નની સીઝનમાં દરેક વ્યક્તિને કંઈક અલગ જ સ્વૅગ દેખાડવાનું ભૂત માથે ચડેલું હોય છે. કોઈએ ન કર્યું હોય એવું પોતાનાં લગ્નમાં કરવાની ઇચ્છા દરેકની હોય છે. સોશ્યલ મીડિયામાં બતાવેલી એક દુલ્હાની જાન લઈ જવાની ગાડીની સજાવટ રંગબેરંગી તો છે જ, સ્વાદિષ્ટ પણ છે. યસ, એમાં સજાવટ માટે રંગબેરંગી ફૂલો નહીં પરંતુ વિવિધ રંગનાં ફળોની સજાવટ કરવામાં આવી છે. સંતરાં, લાલ સફરજન, દાડમ અને દ્રાક્ષના ગુચ્છાથી આખી કારને સજાવવામાં આવી છે. આ જોઈને કેટલાક લોકોને સવાલ થયો હતો કે કદાચ આ દુલ્હો ફ્રૂટ્સનો હોલસેલર વેપારી હોવો જોઈએ. સ્વાદિષ્ટ ફળોની સજાવટને કારણે કોઈકે આ દુલ્હો ડૉક્ટર હોવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી, કેમ કે ડૉક્ટરો આજકાલ વધુ ફળો ખાઓ અને સ્વસ્થ રહો એવું કહેતા આવ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK