Woman files complaint on husband after losing Instagram followers: યુપીની મહિલાના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ ઘટવાના કારણે તેણે તેના પતિને છોડી દીધો. ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો થવા માટે તેને દોષી ઠેરવ્યો અને ઘરના કામકાજના કારણે રીલ્સ નહોતી બનાવતી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
ઉત્તર પ્રદેશની એક મહિલાના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ ઘટવાના કારણે તેણે તેના પતિને છોડી દીધો. ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો થવા માટે તેને દોષી ઠેરવ્યા અને ઘરના કામકાજના બોજને કારણે રીલ્સ બનાવવાનો સમય ન મળવાનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી.
નિશા નામની આ મહિલા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે અને દિવસમાં લગભગ બે રીલ્સ પોસ્ટ કરતી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, ઉત્તર પ્રદેશ રાજ્યના નોઈડા શહેરના રહેવાસી તેના પતિ વિજેન્દ્રએ તેને સોશિયલ મીડિયા પર વિતાવતો સમય ઓછો કરવા અને ઘરની જવાબદારીઓ પર વધુ ધ્યાન આપવા વિનંતી કરી ત્યારે બંને વચ્ચે તણાવ શરૂ થયો.
ADVERTISEMENT
નિશાએ ઘરકામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેની ઓનલાઈન પ્રવૃત્તિઓને ઓછી કરી દીધી, પરંતુ જ્યારે તેણે જોયું કે તેના એકાઉન્ટ પર તેના બે ફૉલોઅર્સ ઓછા થઈ ગયા છે ત્યારે તેણે તેના પતિને જવાબદાર ઠેરવ્યો. ઉગ્ર દલીલ થઈ અને પત્ની રાજ્યના હાપુડ જિલ્લાના પિલખુવા શહેરમાં તેના માતાપિતાના ઘરે પાછી ફરી. ત્યાં, તેણે હાપુડના મહિલા પોલીસ સ્ટેશનમાં વિજેન્દ્ર વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી.
વાસણ ધોવાના અને અન્ય ઘર કામના કારણે ફૉલોઅર્સ ઘટયા
અહેવાલ મુજબ, "મારા પતિ મને વાસણ ધોવા અને ઘરની સફાઈ કરવામાં વ્યસ્ત રાખતા હોવાથી મારા ફૉલોઅર્સ ઘટી ગયા. આ બધા કામના કારણે મને રીલ્સ બનાવવાનો સમય જ નહોતો મળ્યો," નિશાએ પોલીસને જણાવ્યું.
હાપુડ મહિલા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસર અરુણા રાયે પુષ્ટિ આપી કે આ મામલો ખરેખર પોલીસ સમક્ષ લાવવામાં આવ્યો હતો.
"નિશાએ તેના પતિ વિરુદ્ધ ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પતિએ પોતાનો પક્ષ રજૂ કર્યો, ત્યારે અમે મધ્યસ્થી કરવા આગળ આવ્યા અને દંપતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું," અરુણા રાયે જણાવ્યું, અનેક કાઉન્સેલિંગ સત્રો પછી નિશાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી. આ કેસ હાપુડ જિલ્લામાં ખૂબ જ વાયરલ થયો, ફક્ત અસામાન્ય ઘટના કારણે જ નહીં, પણ પરિણામને કારણે પણ.
રાયે પુષ્ટિ આપી કે આ દંપતીના લગ્ન થયા તેને લાંબો સામે નહોતો થયો અને સ્થાનિક મીડિયા અહેવાલો કહે છે કે આ વિવાદના પરિણામે વિજેન્દ્રએ પોતાની નોકરી ગુમાવી છે. અહેવાલ મુજબ, વિજેન્દ્ર કામ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને વિવિધ સ્થળોએ ઇન્ટરવ્યુ આપી રહ્યો છે.
નિશાએ ફરિયાદ પાછી ખેંચી લીધી છે અને પોલીસે દાવો કર્યો છે કે આ મામલો કાનૂની દૃષ્ટિકોણથી ઉકેલાઈ ગયો છે. પરંતુ દંપતીના અંગત સંબંધો હજી પણ તણાવપૂર્ણ છે અને બંને હજી પણ અલગ રહે છે. નિશા અને વિજેન્દ્ર બંનેએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે.

