દિલ્હીથી ઇન્દોર જઈ રહેલી એક ટ્રેનમાં એક મહિલા મુસાફરનું પર્સ ચોરાઈ ગયું તો તે ગુસ્સામાં આવીને AC કોચની બારીનો કાચ તોડવા લાગી હતી. એવો દાવો થઈ રહ્યો છે કે ટ્રેન જ્યારે દિલ્હીથી ઇન્દોર જઈ રહી હતી ત્યારે મહિલાનું પર્સ ચોરાઈ ગયું હતું
					 
					
ટ્રેનમાં પર્સ ચોરાઈ ગયું તો મહિલાએ AC કોચની બારીનો કાચ તોડી નાખ્યો
દિલ્હીથી ઇન્દોર જઈ રહેલી એક ટ્રેનમાં એક મહિલા મુસાફરનું પર્સ ચોરાઈ ગયું તો તે ગુસ્સામાં આવીને AC કોચની બારીનો કાચ તોડવા લાગી હતી. એવો દાવો થઈ રહ્યો છે કે ટ્રેન જ્યારે દિલ્હીથી ઇન્દોર જઈ રહી હતી ત્યારે મહિલાનું પર્સ ચોરાઈ ગયું હતું. તેણે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)નો સંપર્ક કરીને પોતાનો સામાન શોધવામાં મદદ માગી, પરંતુ પોલીસે તેની વાત સાંભળી નહોતી. આ વાતથી નારાજ થઈને તેણે ગુસ્સામાં કાચ તોડવાનું શરૂ કરી દીધું. તે જ્યારે કાચ તોડી રહી હતી ત્યારે એ જ બર્થ પર એક નાનું બાળક પણ હતું. તેના ગુસ્સાને શાંત કરવા માટે અન્ય પૅસેન્જરો સાંત્વન આપી રહ્યા હતા, પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નહીં. આ ઘટનાની ક્લિપ વાઇરલ થતાં કેટલાકે કહ્યું હતું કે રેલવેની સંપત્તિને જે નુકસાન થયું એની ભરપાઈ શું આ મહિલા કરી આપશે ખરી?
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	