ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર અને સહાયક કોચ અભિષેક નાયરને કોલકાતા નાઇટ રાઇડર્સમાં પ્રમોશન મળ્યું છે. ૨૦૧૮થી આ ટીમના થિન્ક-ટૅન્કના મુખ્ય સભ્ય અને સહાયક કોચની ભૂમિકા ભજવનાર ૪૨ વર્ષના અભિષેક નાયરને હવે હેડ કોચ બનાવવામાં આવ્યો છે.
					 
					
KKRમાં અભિષેક નાયરને મળ્યું પ્રમોશન સહાયક કોચમાંથી હેડ કોચ બન્યો
ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર અને સહાયક કોચ અભિષેક નાયરને કોલકાતા નાઇટ રાઇડર્સમાં પ્રમોશન મળ્યું છે. ૨૦૧૮થી આ ટીમના થિન્ક-ટૅન્કના મુખ્ય સભ્ય અને સહાયક કોચની ભૂમિકા ભજવનાર ૪૨ વર્ષના અભિષેક નાયરને હવે હેડ કોચ બનાવવામાં આવ્યો છે. ચંદ્રકાંત પંડિતે ત્રણ સીઝનના કાર્યકાળ પછી ટીમનું આ પદ છોડ્યું હતું.
ભારતીય ટીમના કોચિંગ સેટઅપમાં ઑલમોસ્ટ ૯ મહિના રહ્યા બાદ અભિષેકને ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ અચાનક સહાયક કોચના પદ પરથી હટાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેણે મુંબઈની લોકલ ટુર્નામેન્ટમાં મેન્ટર, કૉમેન્ટેટર અને ભારતના સ્ટાર ક્રિકેટર રોહિત શર્માના પર્સનલ ટ્રેઇનર તરીકે શાનદાર ભૂમિકા ભજવી હતી. આ વર્ષે જ તેને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ટીમ યુપી વૉરિયર્સના હેડ કોચ તરીકેની જવાબદારી મળી છે.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	