પહેલી પત્નીનું ૨૦૧૮માં ફેફસાંના કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું, હાલમાં યોજાયેલી ઇંગ્લૅન્ડ-ભારતની ટેસ્ટ-મૅચની જેમ દર વર્ષે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની એક ટેસ્ટ-મૅચમાં રુથ સ્ટ્રૉસ ફાઉન્ડેશન કૅન્સર વિશે જાગૃતિ ફેલાવી કૅન્સરપીડિતો માટે ભંડોળ એકત્ર કરે છે
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટ્રૉસ ૧૮ વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરશે
ઇંગ્લૅન્ડનાે ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્ડ્રયુ સ્ટ્રૉસ તેની ગર્લફ્રેન્ડ ઍન્ટોનિયા લિનૅયસ-પીટ સાથે ડિસેમ્બરમાં લગ્ન કરશે. ૪૮ વર્ષનો આ ભૂતપૂર્વ ક્રિકેટર પોતાનાથી ૧૮ વર્ષ નાની ૩૦ વર્ષની ગર્લફ્રેન્ડ સાથે બીજાં લગ્ન કરશે. તેની પહેલી પત્ની રુથનું ૨૦૧૮માં ફેફસાંના કૅન્સરથી અવસાન થયું હતું. તેની યાદમાં રુથ સ્ટ્રૉસ ફાઉન્ડેશન ઘણાં જાગૃતિ-અભિયાન ચલાવે છે. હાલમાં યોજાયેલી ઇંગ્લૅન્ડ-ભારતની ટેસ્ટ-મૅચની જેમ દર વર્ષે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની એક ટેસ્ટ-મૅચમાં રુથ સ્ટ્રૉસ ફાઉન્ડેશન કૅન્સર વિશે જાગૃતિ ફેલાવી કૅન્સરપીડિતો માટે ભંડોળ એકત્ર કરે છે.


