Arjun Tendulkar Engaged: સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકરની થઈ સગાઈ; મુંબઈના મોટા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે અર્જુન તેન્ડુલકરની પ્રાઇવેટ સેરેમનીમાં સગાઈ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કી હાઇલાઇટ્સ
- સાનિયા ચંડોક રવિ ઘાઈની પૌત્રી છે, ઘાઈ પરિવાર મુંબઈનો એક મોટો અને પ્રખ્યાત બિઝનેસ પરિવાર છે
- ખાનગી સમારોહમાં નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં થઈ અર્જુન-સાનિયાની સગાઈ
- અર્જુન તેન્ડુલકર અને સાનિયા ચંડોક બાળપણના મિત્રો છે
‘ક્રિકેટના ભગવાન’ કહેવાતા ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર (Sachin Tendulkar)ના આંગણે આનંદનો અવસર આવ્યો છે. તેના દીકરા અર્જુન તેન્ડુલકર (Arjun Tendulkar)ની સગાઈ થઈ ગઈ છે. અર્જુન તેન્ડુલકરની સગાઈ (Arjun Tendulkar Engaged) મુંબઈ (Mumbai)ના ઉદ્યોગપતિ રવિ ઘાઈ (Ravi Ghai)ની પૌત્રી સાનિયા ચંડોક (Saaniya Chandok) સાથે થઈ છે. જોકે, આ સગાઈ બાબતે હજી સુધી બન્ને પરિવાર તરફથી કોઈ ઓફિશ્યલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.
૨૫ વર્ષીય અર્જુન તેન્ડુલકરની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ છે. સાનિયા પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. અર્જુનની સગાઈ ખૂબ જ ગુપ્ત રીતે થઈ હતી. સાનિયા અને અર્જુન બાળપણનો મિત્ર છે. રવિ ઘાઈ પણ સચિન તેન્ડુલકરના મિત્ર છે. ઘાઈ પરિવાર મુંબઈનો મોટો અને પ્રખ્યાત વ્યાપારી પરિવાર છે.
ADVERTISEMENT
અર્જુન તેન્ડુલકર અને સાનિયા ચંડોકની સગાઈનો સમારોહ ખૂબ ધામધૂમથી યોજાયો ન હતો. બંને પરિવારના ફક્ત નજીકના સભ્યો અને થોડા મિત્રો જ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જોકે, અર્જુનની મંગેતર સાનિયા ખૂબ મોટા પરિવારની છે.
કોણ છે સાનિયા ચંડોક?
સાનિયા ચંડોક મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. જેમનો પરિવાર ફાઇવ સ્ટાર ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને ધ બ્રુકલિન ક્રીમરી (The Brooklyn Creamery)નો માલિક છે. જે હેલ્થ-ફ્રેન્ડલી આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બ્રાન્ડ છે. ગ્રેવિસ ગ્રુપ (Graviss Group) પણ ઘાઈ પરિવારનું છે.
આટલા મોટા બિઝનેસ પરિવારમાંથી આવવા છતાં, સાનિયા ચંડોકે પોતાનો રસ્તો જાતે બનાવ્યો છે. તેણીએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં (London School of Economics)થી ગ્રેજ્યુએશન કર્યું છે. તે મુંબઈમાં એક પ્રીમિયમ પેટ સલૂન, સ્પા અને સ્ટોર મિસ્ટર પૉઝ (MR. PAWS)ની સ્થાપક છે. સોશિયલ મીડિયા પર સાનિયાનું ખાનગી કાઉન્ટ દર્શાવે છે કે તે પોતાના જીવનને ખૂબ જ ખાનગી રાખે છે.
સાનિયાની વ્યવસાયિક કુશળતા અને અર્જુનનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો આ દંપતીને એક શક્તિશાળી દંપતી બનાવે છે. લાંબા સમયથી સખત મહેનત કરી રહેલા અર્જુનને હજી સુધી ક્રિકેટમાં જોઈએ તેવી સફળતા મળી નથી.
અર્જુન તેન્ડલુકરની ક્રિકેટ કારર્કિદી
બોલિંગ ઓલરાઉન્ડર અર્જુન તેન્ડુલકરે ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં ડેબ્યૂ કર્યું છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) માટે અત્યાર સુધી કુલ પાંચ મેચ રમી છે. આ દરમિયાન તેણે ૧૩ રન બનાવ્યા છે અને ત્રણ વિકેટ લીધી છે. જોકે, અર્જુનને IPLમાં ફક્ત એક જ મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી, જેમાં તેણે ૯ બોલમાં એક સિક્સરની મદદથી ૧૩ રન બનાવ્યા હતા. અર્જુને વર્ષ ૨૦૨૩માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. જોકે, અર્જુન તેંડુલકરને IPL ૨૦૨૫માં એક પણ મેચ રમવાની તક મળી ન હતી.
અર્જુન નવા બોલથી સારી બોલિંગ કરે છે અને નીચલા ક્રમમાં પણ બેટિંગ કરી શકે છે. અર્જુન તેન્ડુલકરે અત્યાર સુધીમાં ૧૭ ફર્સ્ટ ક્લાસ મેચ, ૧૮ લિસ્ટ A મેચ અને ૨૪ T20 મેચ રમી છે. ડાબોડી મધ્યમ ઝડપી બોલર અર્જુન તેન્ડુલકરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૫૩૨ રન બનાવ્યા છે અને ૩૭ વિકેટ લીધી છે. અર્જુને લિસ્ટ Aમાં ૧૦૨ રન અને ૨૫ વિકેટ લીધી છે. T20માં, તેણે ૧૧૯ રન બનાવ્યા છે અને ૨૭ વિકેટ લીધી છે.

