ઍશિઝની ૭૪મી આવૃત્તિમાં પાંચ ટેસ્ટનો રોમાંચ ૪૯ દિવસ સુધી ચાલશે
ઍશિઝનની ટ્રોફી સાથે ઑસ્ટ્રેલિયાનો ઇન્ચાર્જ કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ
ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજે ૨૧ નવેમ્બરથી આવતા વર્ષની ૮ જાન્યુઆરી સુધી પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે. ૪૯ દિવસની આ રોમાંચક ઍશિઝ ટેસ્ટ-સિરીઝની મૅચો અનુક્રમે પર્થ, બ્રિસ્બેન, ઍડીલેડ, મેલબર્ન અને સિડનીમાં રમાશે. બન્ને દેશ વચ્ચેના ૧૪૩ વર્ષ જૂના પ્રતિષ્ઠાના જંગમાં વર્તમાન પ્લેયર્સની બરાબરની કસોટી થશે. ૧૮૮૨થી રમાતી આ સિરીઝની આ ૭૪મી આવૃત્તિ છે.
બન્ને વચ્ચે રમાયેલી ૭૩ સિરીઝમાંથી ૩૪ ઑસ્ટ્રેલિયા અને ૩૨ ઇંગ્લૅન્ડ જીત્યું છે. ૨૦૨૩માં રમાયેલી છેલ્લી સિરીઝ સહિત ૭ સિરીઝ ડ્રૉ રહી છે. બન્ને વચ્ચે ઓવરઑલ ૩૬૧ ટેસ્ટ-મૅચ રમાઈ છે જેમાંથી ઑસ્ટ્રેલિયાએ ૧૫૨ અને ઇંગ્લૅન્ડે ૧૧૨ મૅચમાં વિજય મેળવ્યો છે, ૯૭ ટેસ્ટ ડ્રૉ ગઈ છે.
ADVERTISEMENT
પર્થ ટેસ્ટ-મૅચ માટે બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન
આૅસ્ટ્રેલિયા : ઉસ્માન ખ્વાજા, જેક વેધરાલ્ડ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ (કૅપ્ટન), ટ્રૅવિસ હેડ, કૅમરન ગ્રીન, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), મિચલ સ્ટાર્ક, સ્કૉટ બૉલૅન્ડ, નૅથન લાયન, બ્રેન્ડન ડૉગેટ.
ઇંગ્લૅન્ડ : બેન સ્ટોક્સ (કૅપ્ટન), ઝૅક ક્રૉલી, બેન ડકેટ, ઑલી પોપ, જો રૂટ, હૅરી બ્રૂક, જેમી સ્મિથ (વિકેટકીપર), બ્રાયડન કાર્સ, ગસ ઍટકિન્સન, માર્ક વુડ, જોફ્રા આર્ચર, શોએબ બશીર.


