અફઘાનિસ્તાન માટે હવે ટુર્નામેન્ટમાં ટકી રહેવા આજે છેલ્લી લીગમાં શ્રીલંકા સામે જીતવું જરૂરી છે
રાશિદ ખાન
બંગલાદેશ સામે મંગળવારે માત્ર આઠ રનથી હાર બાદ અફઘાનિસ્તાન માટે હવે ટુર્નામેન્ટમાં ટકી રહેવા આજે છેલ્લી લીગમાં શ્રીલંકા સામે જીતવું જરૂરી છે. શ્રીલંકા અને બંગલાદેશ ચાર પૉઇંન્ટ મેળવીને પહેલા અને બીજા નંબરે છે. શ્રીલંકા (૧.૫૪૬) ઊંચા રનરેટને લીધે આજે હાર છતાં સુપર-ફોરમાં પહોંચી શકે એમ છે, જ્યારે બંગલાદેશ તેમના -૦.૨૭૦ના નબળા રનરેટને લીધે અફઘાનિસ્તાન (૨.૧૫૦) આજે હારે તો તેમનો ચાન્સ લાગી શકે એમ છે.
જો આજે અફઘાનિસ્તાન જીતી જશે તો ત્રણેય ટીમમાં એકસરખા ચાર-ચાર પૉઇન્ટ થઈ જશે અને સુપર-ફોર માટે રનરેટ મહત્ત્વપૂર્ણ બની રહેશે. મોટા ભાગે જો આજે અફઘાનિસ્તાન જીતશે તો એ અને શ્રીલંકા અને હારશે તો શ્રીલંકા અને બંગલાદેશ સુપર-ફોરમાં પ્રવેશ કરશે.

