ગઈ કાલે બન્ને ટીમના પ્લેયર્સે વન-ડે સિરીઝ માટેની અંતિમ સમયની તૈયારી પર્થ સ્ટેડિયમમાં શરૂ કરી દીધી હતી
રોહિત શર્મા સાથે વાતચીત કરી હેલો હેડ કોચ ગૌતમ ગંભીર, ગઈ કાલે પ્રૅક્ટિસ વખતે વિરાટ કોહલી
કાંગારૂઓ સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટે બે ગ્રુપમાં ભારતીય પ્લેયર્સ ઑસ્ટ્રેલિયા પહોંચી ચૂક્યા છે. ગઈ કાલે બન્ને ટીમના પ્લેયર્સે વન-ડે સિરીઝ માટેની અંતિમ સમયની તૈયારી પર્થ સ્ટેડિયમમાં શરૂ કરી દીધી હતી. વન-ડે ટીમમાં લાંબા સમય બાદ વાપસી કરનાર ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે કૅપ્ટન મિચલ માર્શ સહિતના સાથી પ્લેયર્સ સાથે પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો.
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્માએ એકસાથે નેટમાં બેટિંગ પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો. વૉર્મ-અપ સમયે બન્ને અનુભવી ક્રિકેટરો કોચિંગ-સ્ટાફ સાથે ચર્ચા કરતા પણ જોવા મળ્યા હતા. ગયા વર્ષની જેમ હાલમાં પણ સ્ટેડિયમની બહાર ક્રિકેટ-ફૅન્સ ભારતના સ્ટાર પ્લેયર્સ સાથે ફોટો પડાવવા અને ઑટોગ્રાફ લેવા ઊમટી પડ્યા હતા.

