Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય મૂળની ઑસ્ટ્રેલિયન ક્રિકેટર આઇરા એરી સુંદરતાને કારણે છવાઈ ગઈ

ભારતીય મૂળની ઑસ્ટ્રેલિયન ક્રિકેટર આઇરા એરી સુંદરતાને કારણે છવાઈ ગઈ

Published : 21 June, 2026 02:48 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં 50 મૅચ રમનાર વિશ્વની પહેલી ક્રિકેટર બની ઑસ્ટ્રેલિયાની એલિસ પેરી. ભારતનો રોહિત શર્મા ૪૭ મૅચ સાથે બીજા ક્રમે છે.

આઇરા એરી

આઇરા એરી


સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર હાલમાં ભારતીય મૂળની ઑસ્ટ્રેલિયન ક્રિકેટર આઇરા એરીના ફોટો વાઇરલ થઈ રહ્યા છે. ૧૭ વર્ષની આઇરા પોતાની સુંદરતાને કારણે ચર્ચામાં છે. હાલમાં તે ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 મહિલા ટીમનો ભાગ છે. 

વિક્ટોરિયામાં જન્મેલી આઇરા પેસ બોલર અને બૅટર તરીકે સતત સારું પ્રદર્શન કરીને જુનિયર અને સ્ટેટ-લેવલ ક્રિકેટ સુધી પહોંચી હતી. હાલમાં તેણે અન્ડર-19 મહિલા ટીમોની ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા સામેની ત્રિકોણીય સિરીઝમાં ૧૩ વિકેટ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં તે ઑસ્ટ્રેલિયાની સિનિયર મહિલા ટીમ માટે ડેબ્યુ કરશે.

વિમેન્સ T20 વર્લ્ડ કપના સૌથી મોટા સ્કોરની બરાબરી કરીને જીતની હૅટ-ટ્રિક કરી કાંગારૂ ટીમે

ઑસ્ટ્રેલિયાના ૨૧૯-૬ના સ્કોર સામે ૩ વિકેટે ૧૨૧ રન કરીને ૯૮ રને હાર્યું નેધરલૅન્ડ્સ

૪૨ બૉલમાં ૭૪ રન ઝૂડીને રિટાયર્ડ હર્ટ થયેલી બેથ મૂની પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ગઈ કાલે બપોરની મૅચમાં ધમાકેદાર જીત મેળવીને ઑસ્ટ્રેલિયા ગ્રુપ Aમાં ભારતને પછાડીને નંબર વન બન્યું છે. ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે નેધરલૅન્ડ્સ સામે ૯૮ રનની પોતાની સૌથી મોટી T20 વર્લ્ડ કપ જીત સાથે સતત ત્રીજી મૅચમાં વિજય નોંધાવ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ૨૧૯-૬ના સ્કોર સામે ત્રણ વિકેટે ૧૨૧ રન કરીને પહેલી વખત વિમેન્સ T20 વર્લ્ડ કપ રમનાર નેધરલૅન્ડ્સ સતત ત્રીજી મૅચ હાર્યું હતું. કાંગારૂઓએ ઇંગ્લૅન્ડ સાથે વિમેન્સ T20 વર્લ્ડ કપના સૌથી મોટા સ્કોરની બરાબરી કરી હતી. 

 


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 02:48 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK