Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ખુલ્લા પગે મૅરથૉન દોડનાર રમાબાઈને રનિંગ શૂઝ ભેટ આપ્યાં સચિન તેન્ડુલકરે

ખુલ્લા પગે મૅરથૉન દોડનાર રમાબાઈને રનિંગ શૂઝ ભેટ આપ્યાં સચિન તેન્ડુલકરે

Published : 11 September, 2026 07:27 AM | IST | Beed
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રનાં રમાબાઈ રણવીરે દીકરીઓના શિક્ષણ માટે પૈસા ભેગા કરવા ખુલ્લા પગે મૅરથૉન દોડીને ૩૦૦૦ રૂપિયાનું ઇનામ જીત્યું. તેમની દૃઢતાથી પ્રભાવિત થઈ સચિન તેન્ડુલકરે તેમને અને દીકરીઓને રનિંગ શૂઝ ભેટ આપ્યાં.

ખુલ્લા પગે મૅરથૉન દોડતાં રમાબાઈ.

ખુલ્લા પગે મૅરથૉન દોડતાં રમાબાઈ.


મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈ ગામનાં ૪૭ વર્ષનાં સિંગલ મધર રમાબાઈ રણવીરનો એક વિડિયો હાલમાં ભારે વાઇરલ થયો હતો. રમાબાઈ પોતાની દીકરીઓના શિક્ષણ માટે પૈસા ભેગા કરવાના હેતુથી ખુલ્લા પગે મૅરથૉન દોડીને ૩૦૦૦ રૂ‌પિયાનો પુરસ્કાર ‌જીત્યાં હતાં.



ડાબેથી રમાબાઈ, તેમની બે દીકરીઓ અને મૅરથૉનની આયોજક સમિતિનો સભ્ય શૂઝની જોડીઓ સાથે.


સિંગલ મધર રમાબાઈની દૃઢ ઇચ્છાશક્તિ અને સંઘર્ષની વાત સ્થાનિક અધિકારીઓ અને દેશના નેતાઓ સહિત સ્પોર્ટ્‍સ-જગત સુધી પણ પહોંચી હતી. એનાથી પ્રભાવિત થઈને સચિન તેન્ડુલકરે રમાબાઈને રનિંગ શૂઝની જોડી ભેટ આપીને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રમાબાઈ પાસે ફોન ન હોવાથી સચિનની ટીમે અંબાજોગાઈમાં પહોંચીને તેમની દીકરીઓને પણ શૂઝ ભેટમાં આપ્યાં હતાં. આ શૂઝ સચિનની કંપની Ten X Youના હતા.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 07:27 AM IST | Beed | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK