Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મારો સ્વભાવ એવો છે કે હું દર્શાવવા નથી માગતો કે હું રમવા માગું છું

મારો સ્વભાવ એવો છે કે હું દર્શાવવા નથી માગતો કે હું રમવા માગું છું

Published : 11 June, 2026 01:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભુવી કહે છે કે મારું કામ છે મેદાનમાં પર્ફોર્મ કરતા રહેવાનું, જો સિલેક્ટરોને યોગ્ય લાગશે તો તેઓ તેમનું કામ કરશે...

ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વર કુમાર


IPL 2026 બાદ ભારતીય ટીમમાં કમબૅકની ચર્ચાઓ વિશે ભુવનેશ્વરની સ્પષ્ટ વાત

IPL 2026માં ભુવનેશ્વર કુમારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વતી રમીને સેકન્ડ હાઇએસ્ટ ૨૮ વિકેટ ઝડપીને ટીમને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેના આ પર્ફોર્મન્સને લીધે તેનો  ટીમ ઇન્ડિયામાં ફરી સમાવેશ કરવાની માગણી થવા લાગી હતી. જોકે સિલેક્ટરોએ ઇન્જરીને લીધે ઘણા સમયથી ટીમમાંથી બહાર રહેલા હર્ષિત રાણા મોકો આપ્યો, પણ ઇન-ફૉર્મ ભુવનેશ્વરની અવગણના કરી હતી.

છેલ્લે ૨૦૨૨માં ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ભુવનેશ્વરે સિલેક્ટરોની અવગણના વિશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું એવું દર્શાવવા નથી માગતો કે હું ફરી રમવા માગું છું, મારો એ સ્વભાવ છે. મને લાગે છે કે બધા તેમનું કામ કરી રહ્યા છે. સિલેક્ટરો તેમનું કામ કરી રહ્યાં છે અને હું મારું કામ કરી રહ્યો છું. કોને સિલેક્ટ કરવો તેમનું કામ છે. જો તેમને લાગશે કે હું યોગ્ય છું તો તેઓ મને સિલેક્ટ કરશે.’

ભારતીય ટીમ વતી ૨૧ ટેસ્ટ, ૧૨૧ વન-ડે અને ૮૭ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમવા મળ્યાને પોતાનું સદ્ભાગ્ય માનતા ભુવીએ વધુમાં કહ્યું હતું કે ‘હું દેશ વતી રમ્યો અને હું જે કરવા માગતો હતો એ કર્યું. જો મને અત્યાર સુધી ભારતીય ટીમમાં રમવા જ ન મળ્યું હોત તો કદાચ એક મૅચ રમવા માટે અધીરો જરૂર હોત. મારા ખ્યાલથી ભારતીય ટીમમાં રમવું એ એક મોટી વાત છે અને હું ભાગ્યશાળી છું કે મને એવું કરવા મળ્યું.’


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 01:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK