રાજસ્થાનના નાહરગઢ કિલ્લામાં આવેલા જયપુર વૅક્સ મ્યુઝિયમે આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે
હરમનપ્રીત કૌર
ભારતને પહેલો વિમેન્સ વર્લ્ડ કપ જિતાડનાર કૅપ્ટન હરમનપ્રીત કૌરને આવતા વર્ષે મોટું સન્માન મળશે. બીજી નવેમ્બરે ફાઇનલ મૅચમાં રાતે ૧૨ વાગ્યાના ટકોરે શાનદાર કૅચ પકડીને ભારતને ચૅમ્પિયન બનાવનાર હરમનપ્રીત કૌરનું વૅક્સ સ્ટૅચ્યુ બનશે. રાજસ્થાનના નાહરગઢ કિલ્લામાં આવેલા જયપુર વૅક્સ મ્યુઝિયમે આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ૨૦૨૬ની ૮ માર્ચે ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેના અવસર પર ભારતીય કૅપ્ટનના આ સ્ટૅચ્યુનું અનાવરણ કરવામાં આવશે. આ મ્યુઝિયમમાં મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીનાં પણ સ્ટૅચ્યુ છે.


