દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠકે લગભગ ૫૦ ડાન્સર્સ સાથે ગુજરાતી લોકગીતો અને બૉલીવુડનાં હિટ ગીતો સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી
દર્શકોને પૈસા-વસૂલ મનોરંજન પૂરુ પાડવામાં આવ્યું
T20 વર્લ્ડ કપની શાનદાર ફાઇનલ મૅચ પહેલાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણ પ્રખ્યાત સિંગર્સના ધમાકેદાર પર્ફોર્મન્સ જોવા મળ્યા હતા. દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠકે લગભગ ૫૦ ડાન્સર્સ સાથે ગુજરાતી લોકગીતો અને બૉલીવુડનાં હિટ ગીતો સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. પ્રિન્સ ઑફ ભાંગડા તરીકે ઓળખાતા સુખબીર સિંહે એક મોટા ડાન્સ-ગ્રુપ સાથે તેમના પ્રખ્યાત પંજાબી હિટ ગીતો પર પર્ફોર્મન્સ આપ્યો હતો. ગ્લોબલ પૉપ-આઇકન રિકી માર્ટિને પોતાનાં હિટ ગીતો પર પર્ફોર્મ કરીને ક્લોઝિંગ સેરેમનીનો રોમાંચક અંત કર્યો હતો. તેણે ૧૯૯૮ના ફિફા ફુટબૉલ વર્લ્ડ કપના ઍન્થમ ધ કપ ઑફ લાઇફથી મહેફૂલ લૂંટી લીધી હતી. મિડ-ઇનિંગ્સ બ્રેક વખતે શાનદાર લેઝર શો અને આતશબાજીથી દર્શકોને પૈસા-વસૂલ મનોરંજન પૂરુ પાડવામાં આવ્યું હતું.
