Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઓમાન સામે ૧૦૪ રનનો મામૂલી ટાર્ગેટ ચેઝ કરીને ઝિમ્બાબ્વેએ કરી વિજયી શરૂઆત

ઓમાન સામે ૧૦૪ રનનો મામૂલી ટાર્ગેટ ચેઝ કરીને ઝિમ્બાબ્વેએ કરી વિજયી શરૂઆત

Published : 10 February, 2026 11:12 AM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૩.૩ ઓવરમાં ૧૦૬ રન ફટકારીને ટાર્ગેટ ચેઝ કર્યો ઝિમ્બાબ્વેએ

ઝિમ્બાબ્વેનો પેસ બોલર બ્લેસિંગ મુઝરબાની ૪ ઓવરમાં માત્ર ૧૬ રન આપીને ૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો

ઝિમ્બાબ્વેનો પેસ બોલર બ્લેસિંગ મુઝરબાની ૪ ઓવરમાં માત્ર ૧૬ રન આપીને ૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો


કોલંબોમાં ગઈ કાલે બપોરે ઝિમ્બાબ્વેએ ઓમાન સામે ૩૯ બૉલ પહેલાં ૮ વિકેટની જીત સાથે T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ઓમાને ખરાબ શરૂઆત બાદ ૧૯.૫ ઓવરમાં ૧૦૩ રનના સ્કોર પર તમામ વિકેટ ગુમાવી હતી. T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામેનો આ સૌથી લોએસ્ટ સ્કોર હતો. ઝિમ્બાબ્વેએ આ ટાર્ગેટ ૧૩.૩ ઓવરમાં બે વિકેટે ૧૦૬ રન કરીને ચેઝ કર્યો હતો. બન્ને દેશની આ ફૉર્મેટમાં આ પહેલી જ ટક્કર હતી.

૭ ઓવરમાં ઓમાને ૨૭ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઓમાને સુફ્યાન મેહમૂદના પચીસ રન, વિનાયક શુક્લના ૨૮ રન અને નદીમ ખાનના ૨૦ રનના આધારે ૧૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. પેસ બોલર બ્લેસિંગ મુઝરબાની સહિત ૩ પેસ બોલર્સે ૩-૩ વિકેટ ઝડપી હતી જ્યારે કૅપ્ટન સિંકદર રઝાને સ્પિનર તરીકે એક વિકેટ મળી હતી.



ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટે ૩૬ બૉલમાં ૭ ફોરની મદદથી ૪૮ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. રિટાયર્ડ હર્ટ થયેલા વિકેટકીપર-બૅટર બ્રેન્ડન ટેલરે ૩૦ બૉલમાં ૩ ફોરને આધારે ૩૧ રન ફટકાર્યા હતા. ઓમાનના ૭ બોલિંગ-વિકલ્પોમાંથી મીડિયમ પેસ બોલર સુફ્યાન મેહમૂદને જ બે વિકેટ મળી હતી. 


બ્રેન્ડન ટેલર ૨૦૦૭નો વર્લ્ડ કપ પણ રમ્યો છે

ઝિમ્બાબ્વેનો ૪૦ વર્ષનો ક્રિકેટર બ્રેન્ડન ટેલર પહેલો અને વર્તમાન ૧૦મી આવૃત્તિનો T20 વર્લ્ડ કપ રમનાર એકમાત્ર પ્લેયર છે. તે આ ફૉર્મેટના વર્લ્ડ કપમાં ૯ મૅચમાં ૨૭૬ રન કરી ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 11:12 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK