Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દુબઈમાં આજે ‘બૅટિંગ પ્રદર્શન દિન’ ઊજવાશે?

દુબઈમાં આજે ‘બૅટિંગ પ્રદર્શન દિન’ ઊજવાશે?

26 October, 2021 04:10 PM IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બપોરે ૩.૩૦થી ટક્કર

કિરોન પોલાર્ડ

કિરોન પોલાર્ડ


ટી૨૦ વર્લ્ડ કપમાં આજે સુપર-12 રાઉન્ડની ગ્રુપ-1માં એવી બે ટીમ વચ્ચે ટક્કર છે જેઓ બૅટિંગ-તાકાત માટે મશહૂર છે. એક ટીમ છે સાઉથ આફ્રિકા અને બીજી છે ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ.

શનિવારે આ રાઉન્ડના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાનો માત્ર ૧૧૮ રન બનાવનાર સાઉથ આફ્રિકા સામે મહામહેનતે વિજય થયો હતો અને કૅરિબિયનો સામે ઇંગ્લૅન્ડ ૫૬ રનનો લક્ષ્યાંક માંડ-માંડ મેળવી શક્યું હતું. જોકે આજે એ જ બે પરાજિત ટીમો વચ્ચે ટક્કર છે અને તેઓ આજે જીતીને બહુમૂલ્ય બે પૉઇન્ટ લેવા કોઈ કસર બાકી નહીં રાખે.



બન્ને ટીમમાં કોણ-કોણ છે?


સાઉથ આફ્રિકા : ટેમ્બા બવુમા (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), હિનરિચ ક્લાસેન, એઇડન માર્કરમ, ડેવિડ મિલર, બ્યૉન ફૉર્ટ્યુઇન, રીઝા હેન્ડ્રિક્સ, કેશવ મહારાજ, ડબ્લ્યુ. મુલ્ડર, લુન્ગી ઍન્ગિડી, ઍન્રિચ નૉર્કિયા, ડ્વેઇન પ્રિટોરિયસ, કૅગિસો રબાડા, તબ્રેઝ શમ્સી, રૉસી વૅન ડર ડુસેન.

વેસ્ટ ઇન્ડીઝ : કિરોન પોલાર્ડ (કૅપ્ટન), ક્રિસ ગેઇલ, એવિન લુઇસ, ઍન્દ્રે રસેલ, નિકોલસ પૂરન, ફૅબિયન ઍલન, ડ્વેઇન બ્રાવો, રૉસ્ટન ચેઝ, શિમરન હેટમાયર, લેન્ડલ સિમન્સ, ઑબેડ મેકૉય, ઍન્દ્રે ફ્લેચર, રવિ રામપાલ, ઓશેન થૉમસ, હેડન વૉલ્સ જુનિયર.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2021 04:10 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK