આ વર્ષે સ્મૃતિએ ૨૦ વન-ડે ઇનિંગ્સમાં ૩૧ સિક્સ ફટકારી છે. તે એક વર્ષમાં આ ફૉર્મેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર મહિલા ક્રિકેટર બની ગઈ છે. મેન્સ વન-ડેમાં આ રેકૉર્ડ રોહિત શર્માએ ૨૦૨૩માં ૨૬ ઇનિંગ્સમાં ૬૭ સિક્સ ફટકારીને કર્યો હતો.
સ્મૃતિ માન્ધના
નવી મુંબઈમાં ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં રેકૉર્ડ ૧૭ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારનાર સ્મૃતિ માન્ધના પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. તેણે ૯૫ બૉલમાં ૧૦ ફોર અને ૪ સિક્સના આધારે ૧૦૯ રન કર્યા હતા. ફીલ્ડિંગ દરમ્યાન ૩ કૅચ પકડવા બદલ તે પહેલી જ વખત ડ્રેસિંગરૂમમાં બેસ્ટ ફીલ્ડરનો મેડલ જીતી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે શૅર કરેલા ડ્રેસિંગરૂમના વિડિયોમાં મેડલ જીત્યા પછીનાં તેનાં રીઍક્શન્સ વાઇરલ થયાં હતાં. તેણે કયા અન્ય રેકૉર્ડ પોતાને નામે કર્યા છે એ જાણીએ...
- આ વર્ષે સ્મૃતિએ ૨૦ વન-ડે ઇનિંગ્સમાં ૩૧ સિક્સ ફટકારી છે. તે એક વર્ષમાં આ ફૉર્મેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર મહિલા ક્રિકેટર બની ગઈ છે. મેન્સ વન-ડેમાં આ રેકૉર્ડ રોહિત શર્માએ ૨૦૨૩માં ૨૬ ઇનિંગ્સમાં ૬૭ સિક્સ ફટકારીને કર્યો હતો.
- સ્મૃતિ માન્ધનાએ વન-ડેમાં ઓપનિંગ બૅટર તરીકે ૫૧૯૪ રન બનાવ્યા છે. તેણે વિમેન્સ વન-ડેમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે ન્યુ ઝીલૅન્ડની સુઝી બૅટ્સનો ૫૦૮૮ રનનો રેકૉર્ડ તોડ્યો હતો.
- સ્મૃતિએ એક વર્ષમાં પાંચ વન-ડે સદી, ભારતીય તરીકે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રણ સદી અને ઇન્ટરનૅશનલ વિમેન્સ ક્રિકેટમાં ૧૭ સદીના સંયુક્ત રેકૉર્ડની પણ બરાબરી કરી છે.
- ૬ મૅચમાં ૩૩૧ રન સાથે સ્મૃતિ વર્તમાન વર્લ્ડ કપની નંબર-વન બૅટર છે. તેણે આ દરમ્યાન બે ફિફટી અને એક સદી ફટકારી છે.


