Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈમાં જન્મેલી UAEની કૅપ્ટન એશા ઓઝાએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતને કારમી હાર આપી

મુંબઈમાં જન્મેલી UAEની કૅપ્ટન એશા ઓઝાએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતને કારમી હાર આપી

Published : 14 February, 2026 05:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયા Aએ ૯ વિકેટ ગુમાવીને આપેલા ૧૩૧ રનના ટાર્ગેટને UAEએ ૧૯.૨ ઓવરમાં ચેઝ કરીને ૭ વિકેટે જીત નોંધાવી

ભારતીય કૅપ્ટન રાધા યાદવ સાથે UAEની કૅપ્ટન એશા ઓઝા.

ભારતીય કૅપ્ટન રાધા યાદવ સાથે UAEની કૅપ્ટન એશા ઓઝા.


થાઇલૅન્ડમાં ગઈ કાલે શરૂ થયેલી વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં બપોરની મૅચમાં મોટો અપસેટ સર્જાયો હતો. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે ઇન્ડિયા Aને ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે અનુષ્કા શર્માના ૪૭ રન અને તનુજા કંવરના ૩૪ રનના આધારે ૯ વિકેટે ૧૩૦ રન કર્યા હતા. UAEની કૅપ્ટન એશા ઓઝાએ ૭૨ રનની અણનમ ઇનિંગ્સ રમીને ૧૯.૨ ઓવરમાં ટીમને ૧૩૧ રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં મદદ કરી હતી. ભારતીય સ્પિનર તનુજા કંવર, પ્રેમા રાવત અને કૅપ્ટન રાધા યાદવને ૧-૧ વિકેટ મળી હતી. 
મુંબઈમાં જન્મેલી ૨૮ વર્ષની એશા ઓઝાએ ૬૧ બૉલમાં ૮ ફોર અને બે સિક્સ ફટકારીને ૭૨ રન કર્યા હતા. સ્પિનર તરીકે તેણે ૪ ઓવરમાં ૩૦ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમ સામે યાદગાર જીત અને શાનદાર પ્રદર્શન બદલ તે પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી હતી. 
હવે ૧૫ ફેબ્રુઆરીએ UAE નેપાલનો સામનો કરશે, જ્યારે ઇ​ન્ડિયા A ટીમ એ દિવસે પાકિસ્તાનનો સામનો કરશે.

પાકિસ્તાનની ટીમે કરી વિજયી શરૂઆત 
ટુર્નામેન્ટની પહેલી જ મૅચમાં પાકિસ્તાને નેપાલ સામે ૩૦ રને જીત નોંધાવી પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. કૅપ્ટન હફસા ખાલિદની ૩૯ બૉલમાં ૪૦ રનની ઇનિંગ્સના આધારે પાકિસ્તાન A ટીમે ૧૩૭/૬નો સ્કોર કર્યો હતો. જવાબમાં નેપાલની મહિલા ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૦૭ રન જ કરી શકી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK