ભારત-ઑસ્ટ્રેલિયા અને નેપાલ-પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર, આજે ટુર્નામેન્ટની ટૉપ ફોર ટીમો વચ્ચે રસાકસીનો જંગ જામશે. શ્રીલંકાના કોલંબોમાં પહેલી સેમી ફાઇનલ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે અને બીજી સેમી ફાઇનલ નેપાલ-પાકિસ્તાન વચ્ચે રમાશે.
બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા આજે ટૉપ ફોર વચ્ચે રસાકસીનો જંગ
ભારત અને શ્રીલંકામાં આયોજિત પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપ હવે અંતિમ તબક્કામાં છે. આજે ટુર્નામેન્ટની ટૉપ ફોર ટીમો વચ્ચે રસાકસીનો જંગ જામશે. શ્રીલંકાના કોલંબોમાં પહેલી સેમી ફાઇનલ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે અને બીજી સેમી ફાઇનલ નેપાલ-પાકિસ્તાન વચ્ચે રમાશે. ૬ ટીમો વચ્ચેની આ ટુર્નામેન્ટમાં માત્ર ભારતીય ટીમ અપરાજિત રહી છે.


