ટેસ્ટ-ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટેની ટીમની જાહેરાત : જગદીશન અને ક્રિષ્ના આઉટ
રિષભ પંત, આકાશ દીપ
૧૪ નવેમ્બરથી વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી બે ટેસ્ટ-મૅચની સિરીઝ માટેની ભારતીય ટીમની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. અપેક્ષા પ્રમાણે ફરી ફિટ થઈ ગયેલા વિકેટકીપર-બૅટર રિષભ પંતનું ટીમમાં કમબૅક થયું છે. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની છેલ્લી ટેસ્ટમાં ઇન્જરીને લીધે પંત ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-સિરીઝમાં નહોતો રમી શક્યો. જ્યારે ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા બાદ કમરની ઇન્જરીને લીધે મેદાનની બહાર રહેનાર પેસબોલર આકાશ દીપ પણ ટીમમાં પાછો આવી ગયો છે. આ બન્ને કમબૅકને લીધે વિકેટકિપર-બૅટર એન. જગદીશન અને પેસબોલર પ્રસિદ્ધ કિષ્નાએ બહાર થવું પડ્યું છે.
પંતને ટીમનો ફરી વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. તેની ગેરહાજરીમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રવીન્દ્ર જાડેજાને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ભારતીય ટીમ : શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર, વાઇસ કૅપ્ટન), યશસ્વી જાયસવાલ, કે. એલ. રાહુલ, સાંઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશકુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આકાશ દીપ
ઇન્ડિયા Aનો કૅપ્ટન તિલક વર્મા
સિલેક્ટરોએ આ સાથે સાઉથ આફ્રિકા A સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટેની ટીમની પણ જાહેરાત કરી હતી. ટીમની જવાબદારી તિલક વર્માને સોંપવામાં આવી છે અને ઋતુરાજ ગાયકવાડને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ઇન્ડિયા A અને સાઉથ આફ્રિકા A ટીમો વચ્ચે ૧૩, ૧૬ અને ૧૯ નવેમ્બરે ૩ વન-ડેની સિરીઝ રમાશે.
ઇન્ડિયા A ટીમ : તિલક વર્મા (કૅપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કૅપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બદોની, નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કિષ્ના, ખલીલ અહમદ અને પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).


