India U19 squad for Australia announced: બીસીસીઆઇ દ્વારા ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ભારતીય અંડર-૧૯ ટીમની જાહેરાત કરી; ટીમની કેપ્ટનશીપ સંભાળશે આયુષ મ્હાત્રે; ઇંગ્લેન્ડમાં ધમાલ મચાવ્યા બાદ વૈભવ સૂર્યવંશી ઓસ્ટ્રેલિયા ટુર માટે તૈયાર
આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India)એ આ વર્ષના અંતમાં ઑસ્ટ્રેલિયા (Australia) સામેની અંડર-૧૯ શ્રેણી માટે ટીમની જાહેરાત (India U19 squad for Australia announced) કરી છે. કેપ્ટન આયુષ મ્હાત્રે (Ayush Mhatre), ઉપ-કેપ્ટન વિહાન મલ્હોત્રા (Vihaan Malhotra) અને ઓપનર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) સહિત ઘણા મુખ્ય ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. આ ખેલાડીઓ ઇંગ્લેન્ડ (England)ના સફળ પ્રવાસથી પાછા ફર્યા છે, જ્યાં તેમણે સારું પ્રદર્શન કર્યું હતું.
ભારત (India) ઓસ્ટ્રેલિયાની અંડર-૧૯ ટીમ (India-Australia U19 Tour) સામે ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે, જેની શરૂઆત ૨૧ સપ્ટેમ્બરે પ્રથમ મર્યાદિત ઓવરની મેચથી થશે. આ પ્રવાસ ૧૦ ઓક્ટોબરે સમાપ્ત થશે. ભારતીય U19 ટીમ કેપ્ટન આયુષ મ્હાત્રેની આગેવાનીમાં રમશે. આ ટીમમાં ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીને પણ સ્થાન મળ્યું છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ દેવજીત સૈકિયાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જુનિયર પસંદગી સમિતિએ સપ્ટેમ્બરમાં આગામી ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની U19 ટીમની પસંદગી કરી છે. ભારતની U19 ટીમ ઓસ્ટ્રેલિયાની U19 ટીમ સામે ત્રણ વનડે અને બે મલ્ટી-ડે મેચ રમશે.’
તાજેતરમાં, ભારતીય U19 ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસથી પરત ફરી છે. ભારતીય ટીમે યુવા વનડે શ્રેણી ૩-૨થી જીતી હતી, જ્યારે બે મેચની ટેસ્ટ શ્રેણી ડ્રો રહી હતી. આ સિરીઝમાં વૈભવ સૂર્યવંશી વનડેમાં સારું પ્રદર્શન કર્યું હતું જ્યારે આયુષ મ્હાત્રેએ ટેસ્ટમાં જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું. આ ટૂરમાં આયુષ મ્હાત્રે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે ચાર ઇનિંગ્સમાં ૨ સદી અને ૧ અડધી સદીની મદદથી ૩૪૦ રન બનાવ્યા હતા. તે જ સમયે, ૧૪ વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ યુવા ODI શ્રેણીમાં ૩૫૫ રન બનાવ્યા. આ શ્રેણી દરમિયાન, તે યુવા ODI ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી પણ બન્યો. . ભારતના ટોચના ક્રમે આ સિરીઝમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ઑસ્ટ્રેલિયા ટૂર માટે ભારતની U19 ટીમ
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા (વાઇસ કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વિકેટ કીપર), હરવંશ સિંહ (વિકેટ કીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, નમન પુષ્પક, હેનીલ પટેલ, ડી દિપેશ, કિશન કુમાર, અનમોલજીત સિંહ, ખિલાન પટેલ, ઉદ્ધવ મોહન અને અમન ચૌહાણ
સ્ટેન્ડબાય ખેલાડીઓ - યુધાજીત ગુહા, લક્ષ્મણ, બી.કે. કિશોર, અલંકૃત રાપોલ અને અર્નબ બગ્ગા
ઑસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યુલ
પહેલી વનડે - ૨૧ સપ્ટેમ્બર (નૉર્થ્સ)
બીજી વનડે - ૨૪ સપ્ટેમ્બર (નૉર્થ્સ)
ત્રીજી વનડે - ૨૬ સપ્ટેમ્બર (નૉર્થ્સ)
પહેલી મલ્ટી-દિવસીય - ૩૦ સપ્ટેમ્બર (નૉર્થ્સ)
બીજી મલ્ટી-દિવસીય - ૭ ઓક્ટોબર (મૈકે)

