Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ટીમે રેકૉર્ડ ૧૦૫૭ રન ફટકાર્યા, કુલ માત્ર ૩૦ વિકેટ પડી સિરીઝમાં

ભારતીય ટીમે રેકૉર્ડ ૧૦૫૭ રન ફટકાર્યા, કુલ માત્ર ૩૦ વિકેટ પડી સિરીઝમાં

Published : 05 October, 2026 12:49 PM | IST | New Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં રેકૉર્ડબ્રેકિંગ ૨૧૦૯ રન કર્યા ભારત અને વેસ્ટ ઇન્ડીઝે મળીને

૨-૧થી સિરીઝ જીત્યા પછી ભારતના પ્લેયર્સ વન-ડે સિરીઝની ટ્રોફી સાથે જોવા મળ્યા

૨-૧થી સિરીઝ જીત્યા પછી ભારતના પ્લેયર્સ વન-ડે સિરીઝની ટ્રોફી સાથે જોવા મળ્યા


શનિવારે વેસ્ટ ઇન્ડીઝે પહેલી જ વખત ૩૫૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૭ વર્ષે ભારતમાં યજમાન સામે વન-ડે જીત નોંધાવી હતી. ભારત સામે ૪૮.૨ ઓવરમાં ૩૫૨ રન કરીને કૅરિબિયન ટીમે પાંચ વિકેટની જીત સાથે ક્લીન સ્વીપ ટાળી હતી. વેસ્ટ ઇન્ડીઝ છેલ્લે જૂન ૨૦૨૩માં વિદેશી ધરતી પર UAE સામે વન-ડે સિરીઝ જીતવામાં સફળ રહ્યું હતું.

યજમાન ભારત અને મહેમાન વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની આ ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં રેકૉર્ડ ૨૧૦૯ રન બન્યા છે. ત્રણ મૅચની દ્વિપક્ષીય વન-ડે સિરીઝમાં આ સૌથી વધુ રનનો રેકૉર્ડ છે. અગાઉ ૨૦૧૭માં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની સિરીઝ દરમ્યાન ૨૦૯૦ રન બન્યા હતા.



આ સિરીઝમાં ભારતે ૧૦૫૭ રન બનાવ્યા જે ત્રણ મૅચની દ્વિપક્ષીય વન-ડે સિરીઝમાં કોઈ પણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો કુલ સ્કોર છે. અગાઉ ઇંગ્લૅન્ડે ૨૦૧૭ની સિરીઝમાં ૧૦૫૪ રન બનાવ્યા હતા.


આ આંકડો હજુ પણ વધારે હોઈ શક્યો હોત; પરંતુ ત્રણેય મૅચોમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમે અનુક્રમે ૮.૨, ૬.૩ અને ૧.૪ ઓવર બાકી રાખીને જીત મેળવી હતી. ત્રણેય મૅચોમાં કુલ મળીને માત્ર ૩૦ વિકેટ પડી હતી.

આ સિરીઝમાં રેકૉર્ડ ૭.૪૩નો સ્કોરિંગ રેટ નોંધાયો હતો. અગાઉ ૨૦૧૫ની ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડની સિરીઝમાં ટોટલ ૭.૧૫નો સ્કોરિંગ રેટ હતો. ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ત્રણેય મૅચો દરમ્યાન રન-ચેઝ કરનારી ટીમોએ રેકૉર્ડ ૭.૯૨ના સ્કોરિંગ રેટથી રન કર્યા હતા.


10
આટલી સેન્ચુરી જોવા મળી આ વન-ડે સિરીઝમાં. હાઇએસ્ટ ૧૧ સદી ઑસ્ટ્રેલિયા-ભારતની ૨૦૧૬ની વન-ડે સિરીઝ દરમ્યાન જોવા મળી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 12:49 PM IST | New Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK