ટીમ મૅનેજમેન્ટે તેને ઇમ્પૅક્ટ પ્લેયર ઑફ ધ સિરીઝ મેડલથી બિરદાવ્યો
મોહમ્મદ સિરાજ
ઇંગ્લૅન્ડ સિરીઝના શાનદાર પર્ફોર્મન્સને મોહમ્મદ સિરાજે ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામે પણ જાળવી રાખ્યો હતો. બે ટેસ્ટમાં તેણે કુલ ૧૦ વિકેટ લીધી હતી. અમદાવાદ ટેસ્ટમાં તેણે સાત વિકેટ લીધી હતી, પણ દિલ્હીની સપાટ પિચ પર તે ફક્ત ત્રણ જ વિકેટ લઈ શક્યો હતો. સિરીઝમાં શરૂઆતમાં અને નિર્ણાયક સમયે વિકેટ લઈને પાડેલા પ્રભાવને લીધે સિરીઝ બાદ ડ્રેસિંગરૂમમાં તેને ‘ઇમ્પૅક્ટ પ્લેયર ઑફ ધ સિરીઝ‘ મેડલથી નવાજવામાં આવ્યો હતો. સન્માન મેળવ્યા બાદ તેણે કહ્યું હતું કે ‘ઈમાનદારીથી કહું તો આ સિરીઝ ખૂબ જ સારી રહી. અહીંની એક-એક વિકેટ પાંચ વિકેટ લીધી હોય એવી લાગણી કરાવતી હતી, એક પેસબોલરને જ્યારે તેની આકરી મહેનતનું ફળ મળે ત્યારે એ તમારો આત્મવિશ્વાસ વધારે છે અને તમે ખુશ પણ થાઓ છો.’

