Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024 : બૅન્ગલોરમાં ૩૮ સિક્સર, ૪૩ ફોર અને રેકોર્ડ્સનો ધોધમાર વરસાદ

IPL 2024 : બૅન્ગલોરમાં ૩૮ સિક્સર, ૪૩ ફોર અને રેકોર્ડ્સનો ધોધમાર વરસાદ

16 April, 2024 08:56 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હૈદરાબાદે ૧૯ જ દિવસમાં તોડી નાખ્યો પોતાનો રેકોર્ડઃ બૅન્ગલોરે હારીને પણ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

તસવીર સૌજન્યઃ iplt20.com

તસવીર સૌજન્યઃ iplt20.com


ટ્રેવર્સ હેડની ૩૯ બૉલમાં સેન્ચુરીના જોરે રેકોર્ડ-બ્રેક ૨૮૭ રન બનાવ્યા બાદ બૅન્ગલોરે પણ ૨૫ રનની હારતા પહેલા દિનેશ કાર્તિકની કમાલની ઇનિંગ્સના દમ પર છેલ્લી ઓવર સુધી ફાઇટ આપીઃ ઍક જ ટી૨૦ મૅચમાં ૫૪૯ રનનો રચાયો નવો વર્લ્ડ રેકોર્ડ  

આઇપીએલ (IPL 2024)માં ગઈ કાલે બૅન્ગલોરમાં પ્રેક્ષકો ફોર, સિક્સર અને રેકોર્ડના સાંબેલાધાર વરસાદમાં ભિંજાઈ ગયા હતાં. પ્રેક્ષકોના ખેલાડીઓએ ફટકારેલા બૉલને પકડી પકડીને થાકી ગયા હતાં તો એમ્પાયરો એમના સિંગ્નલ આપીઆપીને એટલા થાકી ગયા હશે તે મૅચ બાદ થાક ઉતારવા માલિસ કરાવવો પડ્યો હશે. 



૧૯ દિવસમાં રેકોર્ડ તુટી ગયો


બૅન્ગલોરના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીસે ટૉસ જીતીને હૈદરાબાદને બૅટરોને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે ત્યારે તેને સપનામાં પણ ખ્યાલ નહીં હોય એ કેટલી મોટી મુસીબતે આમંત્રણ આપી રહ્યો છે. હૈદરાબાદે પહેલી ઓવરમાં સાત રન બનાવીને શાંત શરૂઆત કર્યા બાદ બીજ ઓવરમાં ૨૦ રન ફટકારીને સાથે ઇરાદો સ્પષ્ત કરી દીધો હતો અને પાવરઓવરની સમાપ્તી સુધીમાં તો સ્કોર વિના વિકેટ ૭૬ રન બની ગયો હતો. ૭.૧ ઓવરમાં ૧૦૦ રનનો, ૧૧.૨ ઓવરમાં ૧૫૦ રનનો, ૧૪ની ઓવરના અંતે ૨૦૦ રનનો અને ૧૮.૪ ઓવરમાં ૨૫૦ રનનો આંકડો પાર થઈને ૨૦મી ઓવરના અંતે તો આઇપીએલની ઇતિહાસનો હાઈએસ્ટ ૩ વિકેટે ૨૮૭ રન સ્કોરબોર્ડ પર લાગી ગયા હતાં. હજુ ૨૭ માર્ચના મુંબઈ સામે ૩ વિકેટે ૨૭૭ રન સાથે બનાવેલો રેકોર્ડ હૈદરબાદે માત્ર ૧૯ દિવસ બાકી ૩ વિકેટે ૨૮૭ રન ફટકારીને તોડી નાખ્યો હતો. 

હેડ બન્યો બોલરો માટે હૅડેક


IPL 2024: હૈદરબાદના આ નવા રેકોર્ડનો સારથી હતો ઑસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવસ હેડ. હેડ ૮ સિક્સર અને ૯ ફોર સાથે ૪૧ બૉલમાં ૧૦૨ રનની ઇનિંગ્સ રમીને બૅન્ગલોરના બોલરો માટે હૅડેક બની ગયો હતો. હેડ માત્ર ૩૯ બૉલમાં સેન્ચુરી પુરી લીધી હતી. હેડ ઉપરાંત હૅન્રિચ ક્લાસેન (૩૧ બૉલમાં સાત સિક્સર અને બે ફોર સાથે ૬૭ રન), એઈડસ માર્કરમ (૧૭ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ ૩૨ રન), અબ્દુલ સમદ (૧૦ બૉલમાં ૩ સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૩૭ રન) અને અભિષેક શર્માએ (૨૨ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે ૩૪ રન) બૅન્ગલોરના બોલરો પર કોઈ દયા નહોતી ખાધી. બૅન્ગલોરના ચાર-ચાર બોલરોએ તેમના ચાર ઓવરના સ્પેલમાં ૫૦ કરતા વધુ રન આપ્યા હતાં. 

આક્રમક શરૂઆત બાદ કાર્તિકની કમાલ

પહેલી ઇનિંગ્સમાં બરાબરની ધોલાઈ બાદ હતાશ બૅન્ગલોર મસમોટા માર્જિનથી હારી જશે એવી ચર્ચા વચ્ચે બૅન્ગલોરેએ ૬.૨ ઓવરમાં જ ૮૦ રનની ઓપનિંગ પાર્ટનરશીપ સાથે મજબૂત શરૂઆત કરીને બૅન્ગલોવાસીઓને ખુશ કરી દીધા હતાં. જોકે વિરાટ કોહલી (૨૦ બૉલમાં બે સિક્સર અને ૬ ફોર સાથે ૪૨ રન)ની વિદાય બાદ મિડલ ઓર્ડરમાં ધબડકો જોો મળ્યા હતો અને બૅન્ગલોરે ૧૦મી ઓવરને અંતે ૧૨૨ રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. યુવા અને સ્ટાર ખેલાડીઓએ હથિયાર નાખી દીધા હતાં ત્યારે જૂના જોગી દિનેશ કાર્તિક ફરી એકવાર તેનું મૅજિક બતાવ્યું હતું અને સેકન્ડ લાસ્ટ ઓવરના સેકન્ડ લાસ્ટ બૉલે આઉટ થતા પહેલા ૩૫ બૉલમાં સાત સિક્સર અને પાંચ ફોર સાથે ૮૩ રન ફટકારીને એકલે હાથે ટીમની આશા છેલ્લે સુધી જીવંત રાખી હતી. બૅન્ગલોર આખરે ૨૦ ઓેવરમાં ૭ વિકેટ ૨૬૨ સુધી જ પહોંચી શક્યું હતું અને ૧૦૦ રનના આસપાસથી હારના માર્જિનથી ચર્ચા વચ્ચે માત્ર ૨૫ રનથી હાર્યુ હતું. બૅન્ગલોરની સિઝનની આ છઠ્ઠી અને સતત પાંચમી હાર હતી.

આ જીત સાથે હૈદરાબાદ પૉઇન્ટ ટેબલમાં ચોથા ક્રમાંકે પહોંચી ગયું છે જ્યારે સતત પાંચમી હાર (IPL 2024) સાથે બૅન્ગલોરે તેનો ૧૦મો અને છેલ્લો ક્રમાંકે વધુ મજૂબત કરી લીધો હતો.

ફોર્થ ફાસ્ટેસ્ટ સેન્ચુરી

હેડે ફટકારે ૩૯ બૉલમાં સેન્ચુરી એ આઇપીએલમાં ચોથા ક્રમાંકને ફાસ્ટેસ્ટ સેન્ચુરી બની ગઈ હતી. ૨૦૧૩માં પુણે સામે જ બૅન્ગલોરના ક્રિસ ગેઇલે ૩૦ બૉલમાં બનાવેલી સેન્ચુરી આઇપીએલમાં સૌથી ફાસ્ટેટ છે. બીજા ક્રમાંકે ૨૦૧૦માં મુંબઈ સામે માત્ર ૩૭ બૉલમાં રાજસ્થાનના યુસુફ પઠાણે ફટકારેલી સેન્ચુરી છે અને ત્રીજા નંબરે બૅન્ગલોર સામે જ ૨૦૧૩માં પંજાબના ડેવિલ મિલરની ૩૮ બૉલની સેન્ચુરી છે. 

હવે ટક્કર કોની સામે?
હૈદરાબાદ હવે શનિવારે દિલ્હીમાં દિલ્હી સામે અને બૅન્ગલોર રવિવારે ઇડન ગાર્ડન્સમાં (IPL 2024) કલકત્તા સામે ટકારાશે. 


આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ મૅચ જીત  હાર પૉઇન્ટ રનરેટ
રાજસ્થાન 6 5 1 10 0.767
કલકત્તા 5 4 1 8 1.688
ચેન્નઈ 6 4 2 8 0.726
હૈદરાબાદ 6 4 2 8 0.502
લખનઉ 6 3 3 6 0.038
ગુજરાત 6 3 3 6 -0.637
પંજાબ 6 2 2 4 -0.218
મુંબઈ 6 2 4 4 -0.234
દિલ્હી 6 2 4 4 -0.975
બેંગલોર 7 1 6 2 -1.185

 

બૅન્ગલોરમાં બનેલા રેકોર્ડ પર એક નજર
* હૈદરબાદેન ૩ વિકેટે બનાવેલા ૨૮૭ રન આઇપીએલમાં કોઈપણ ટીમે બનાવેલા હાઈએસ્ટ સ્કોર બની ગયો હતો. આ પહેલા ૩ વિકેટે ૨૭૭ રનનો રેકોર્ડ પણ હૈદરાબાદને નામે જ હતો જે તેમણે થોડાદિવસ પહેલા આ જ સીઝનમાં ૨૭ માર્ચના રોજ મુંબઈ સામે

* બૅન્ગલોરે ગઈ કાલે બનાવેલા ૭ વિકેટે ૨૬૨ રન સાથે ટી૨૦ ક્રિકેટમાં હારનાર ટીમનો હાઈએસ્ટ સ્કોર બની ગયો હતો. આ પહેલા આ રેકોર્ડ પાંચ વિકેટે ૨૫૮ રનનો વેસ્ટ ઇન્ડિઝના નામે હતો જે ૨૦૨૩માં સાઉથ આફ્રિકા સામે બન્યો હતો.

* ગઈ કાલે મૅચમાં બન્ને ટીમે મળીને બનાવેલા ૫૪૯ (હૈદરાબાદ ૨૮૭ અને બૅન્ગલોર ૨૬૨ રન) રન ટી૨૦ ક્રિકેટમાં એક મૅચમાં બનેલા હાઈએસ્ટ રન બની ગયા હતાં. આ પહેલાનો રેકોર્ડ હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મૅચમાં બનેલા ૫૨૩ રનનો હતો.

* હૈદરાબાદ ગઈ કાલે ફટકારેલી ૨૨ સિક્સરો આઇપીએલમાં એક ઇનિંગ્સમાં જોવા મળેલી હાઈએસ્ટ સિક્સરો બની ગઈ હતી.  હૈદરબાદે બૅન્ગલોરનો ૨૧ સિક્સરોનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. બૅન્ગલોરે ૨૦૧૩માં પુણે સામે આ કમાલ કરી હતી.

* ગઈ કાલે કુલ ૩૮ સિક્સરો સાથે ટી૨૦ ક્રિકેટમાં એક મૅચમાં હાઈએસ્ટ સિક્સરોના રેકોર્ડની બરોબરી થઈ ગઈ હતી. હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મૅચમાં પણ કુલ ૩૮ સિક્સરો સાથે નવો રેકોર્ડ બન્યો હતો.

* ગઈ કાલે કુલ ૮૧ બાઉન્ડરીઝ (૩૮ સિક્સર અને ૪૩ ફોર) સાથે ટી૨૦ ક્રિકેટના વર્લ્ડ રેકોર્ડઝની બરોબરી થઈ ગઈ હતી. ગયા વર્ષે સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેના જંગમાં આટલી જ બાઉન્ડરીઝ સાથે રેકોર્ડ બન્યો હતો.

* હૈદરાબાદ ૨૭ માર્ચે મુંબઈ સામે ૨૭૭ અને ગઈ કાલે બૅન્ગલોર સામે ૨૮૭ રન સાથે આઇપીએલમાં એક જ સીઝનમાં બેવાર ૨૫૦ પ્લસનો સ્કોર બનાવનાર પહેલી ટીમ બની ગઈ હતી. ટી૨૦ ક્રિકેટમાં આવી કમાલ ઇંગ્લીશ કાઉન્ટી ટીમ સરેએ ત્રણવાર જ્યારે ચૅક રિપબ્લિક અને સોમરસેટે બે-બે વાર કરી હતી.

* એક ઇનિંગ્સ (IPL 2024)માં બૅન્ગલોરના ચાર-ચાર બોલરોએ (ટૉપ્લ ૬૮, યશ દયાલ ૫૧, ફગ્યુશન બાવન અને વિજયકુમાર વ્યશાંક ૬૪) આપેલા ૫૦ પ્લસ રન એ ટી૨૦ ક્રિકેટમાં પહેલી જ વાર બન્યું છે. આ પહેલા ક્યારે બે કરતા વધુ બોલરોએ ૫૦ પ્લસ નહોતા આપ્યા.

* ગઈ કાલની હેડની સેન્ચુરી એ બૅન્ગલોર સામે બનેલી ૧૩મી અને આઇપીએલમાં એક જ ટીમ સામે બનેલી હાઈએસ્ટ બની ગઈ હતી. આ પહેલાનો ૧૨-૧૨ સેન્ચુરીનો સયુંક્ત રેકોર્ડ બૅન્ગલોર અને મુંબઈના નામે હતો. ટી૨૦ ક્રિકેટમાં ઓવરઓલ બૅન્ગલોર ફ્રેન્ચાઇઝી સામે ૧૫ સેન્ચુરી ફટકારાઈ છે અને સાથે તેમણે કેન્ટ અને નોર્થમ્પટોનશૅરના રેકોર્ડની બરોબરી કરી લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK