જૅસ્મિન એ બસમાં બેસી હતી જે મુંબઈ ફ્રૅન્ચાઇઝીના પ્લેયર્સની પત્ની, ફૅમિલી અને નજીકના લોકો માટે હોય છે.
હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ જૅસ્મિન વાલિયા
સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં સીઝનની પહેલી જીત મેળવ્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા તેની કથિત ગર્લફ્રેન્ડ જૅસ્મિન વાલિયાને કારણે ચર્ચામાં રહ્યો હતો. ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 દરમ્યાન દુબઈના સ્ટેડિયમમાં જોવા મળેલી બ્રિટિશ સિંગર અને ટીવી-પર્સનાલિટી જૅસ્મિન વાલિયા મુંબઈની પહેલી હોમ મૅચ દરમ્યાન પણ વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને ચિયર કરવા પહોંચી હતી, પણ જ્યારે જૅસ્મિને મુંબઈ ઇન્ડિયન્સની બસમાં એન્ટ્રી કરી ત્યારે તેમની વચ્ચેની ડેટિંગની ચર્ચાએ વધુ વેગ પકડ્યો હતો. જૅસ્મિન એ બસમાં બેસી હતી જે મુંબઈ ફ્રૅન્ચાઇઝીના પ્લેયર્સની પત્ની, ફૅમિલી અને નજીકના લોકો માટે હોય છે.
વેન્કટેશ ઐયરે જિમમાં રિન્કુ સિંહને ઉપાડીને પોતાની તાકાત બતાવી
ADVERTISEMENT
IPLમાં ટ્રોફી જીતવા માટે ૧૦ ટીમ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે. ખરાબ પ્રદર્શન અને પ્રેશરનો સામનો કરનાર ઘણા પ્લેયર્સ મજાક-મશ્કરી કરીને ટીમનો માહોલ હળવો કરવાનો પ્રયાસ કરતા રહે છે. કોલકાતા નાઇટ રાઇડર્સના વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયરે હાલમાં એક જિમમાં રિન્કુ સિંહને ઉપાડીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેનો ફોટો શૅર કર્યો હતો. જિમમાં રિન્કુને ઉપાડીને પોતાની તાકાત બતાવનાર વેન્કટેશ IPL 2025 દરમ્યાન મેદાન પર ત્રણ મૅચની બે ઇનિંગ્સમાં માત્ર નવ રન બનાવી શક્યો છે. ૨૩.૭૫ કરોડ રૂપિયાની કિંમત ધરાવતો વેન્કટેશ ઐયર IPLનો સૌથી મોંઘો ઑલરાઉન્ડર છે.
કલકત્તાનો વરુણ ચક્રવર્તી IPL 2025માં કોની-કોની વિકેટ લેવાનું જોઈ રહ્યો છે સ્વપ્ન?
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીએ IPL 2025માં પોતાની ડ્રીમ વિકેટ વિશે ખુલાસો કર્યો છે. જિયોહૉટસ્ટારના ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘કોઈ પણ બૅટ્સમૅન જે શાનદાર ફૉર્મમાં હોય એ એક કીમતી વિકેટ છે. હેન્રિક ક્લાસેન, નિકોલસ પૂરન, વિરાટ કોહલી, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા પ્લેયર્સ બધા સ્ટાર પર્ફોર્મર છે અને હું તેમની વિકેટ લઈશ તો રોમાંચિત થઈશ.’
વરુણે વર્તમાન સીઝનમાં ત્રણ મૅચમાં માત્ર ત્રણ વિકેટ ઝડપી છે.

