રાજસ્થાન ફ્રૅન્ચાઇઝીની વેબસાઇટ અનુસાર તેની પત્ની સાચી મારવાહ જોડિયાં બાળકોને જન્મ આપે એવી સંભાવના છે.
ગુવાહાટીના મેદાન પર પ્લેયર ઑફ ધ મૅચ અને અન્ય અવૉર્ડ સાથે નીતીશ રાણા.
રાજસ્થાન રૉયલ્સ માટે રવિવારે નીતીશ રાણા ત્રીજા ક્રમે આવીને ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૦ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૩૬ બૉલમાં ૮૧ રનની ઇનિંગ્સ રમ્યો હતો. ૨૨૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરનાર નીતીશ આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે પાવરપ્લેમાં બાવીસ બૉલમાં ફિફ્ટી પૂરી કરી હતી. તે પાવરપ્લેમાં ત્રીજા ક્રમે બૅટિંગ કરીને ફિફ્ટી ફટકારનાર રાજસ્થાનનો પહેલવહેલો બૅટર બન્યો છે.
નીતીશ આ કમાલ કરનાર ઓવરઑલ પાંચમો પ્લેયર બન્યો છે. તેના પહેલાં સુરેશ રૈના (૨૦૧૪), મોઈન અલી (૨૦૨૨) અને અજિંક્ય રહાણે (૨૦૨૩)એ ચેન્નઈ સુપર કિંગ્સ માટે જ્યારે વૃદ્ધિમાન સહા (૨૦૧૪)એ પંજાબ કિંગ્સ માટે આ સિદ્ધિ મેળવી હતી.
ADVERTISEMENT
ફિફ્ટી ફટાકાર્યા બાદ પોતાનાં ભાવિ બાળકોનાં નામ પર ઉજવણી કરી નીતીશ રાણાએ.
ફિફ્ટી ફટકાર્યા બાદ ૩૧ વર્ષના નીતીશ રાણાએ બેબીને રમાડવાની સ્ટાઇલમાં ઉજવણી કરી હતી. રાજસ્થાન ફ્રૅન્ચાઇઝીની વેબસાઇટ અનુસાર તેની પત્ની સાચી મારવાહ જોડિયાં બાળકોને જન્મ આપે એવી સંભાવના છે.

