ઇન્જરી છતાં પોતાની કોચિંગની ફરજો નિભાવતા રાહુલ દ્રવિડના કમિટમેન્ટની સોશ્યલ મીડિયા પર ક્રિકેટ-ફૅન્સ ભારે પ્રશંસા કરી રહ્યા છે.
મૅચ બાદ મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત કરતા રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ રાહુલ દ્રવિડના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા
રવિવારે ગુવાહાટીમાં મૅચ પહેલાં પિચનું નિરીક્ષણ કરતા અને મૅચ બાદ મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત કરતા રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ રાહુલ દ્રવિડના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. આ ફોટોમાં તે ડાબા પગ પર પ્લાસ્ટર સાથે વ્હીલચૅર અને સ્ટિક સાથે જોવા મળ્યાે હતાે. ઇન્જરી છતાં પોતાની કોચિંગની ફરજો નિભાવતા રાહુલ દ્રવિડના કમિટમેન્ટની સોશ્યલ મીડિયા પર ક્રિકેટ-ફૅન્સ ભારે પ્રશંસા કરી રહ્યા છે.

