Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લોગો અને જર્સીના રંગની જેમ લખનઉ સુપર જાયન્ટ્સનું ભાગ્ય પણ બદલાશે?

લોગો અને જર્સીના રંગની જેમ લખનઉ સુપર જાયન્ટ્સનું ભાગ્ય પણ બદલાશે?

Published : 23 March, 2026 12:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી બે સીઝનમાં ટૉપ ફોર અને છેલ્લી બે સીઝનમાં સાતમા ક્રમે રહી છે લખનઉની ટીમ

નવી સીઝન પહેલાં આ ટીમે લોગો અને જર્સીનાં રંગરૂપ બદલ્યાં છે

નવી સીઝન પહેલાં આ ટીમે લોગો અને જર્સીનાં રંગરૂપ બદલ્યાં છે


લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પોતાની પાંચમી સીઝનમાં ટ્રોફીની વધુ નજીક પહોંચવાના ટાર્ગેટ સાથે મેદાન પર ઊતરશે. નવી સીઝન પહેલાં આ ટીમે લોગો અને જર્સીનાં રંગરૂપ બદલ્યાં છે. હવે ટીમની રમવાની રીત અને ભાગ્ય પણ બદલાશે એવી અપેક્ષા ક્રિકેટ-ફૅન્સ રાખી રહ્યા છે. ૨૭  કરોડ રૂપિયાના સૌથી મોંઘા પ્લેયર અને કૅપ્ટન રિષભ પંત પર ફરી એક વખત ટીમ પાસે શાનદાર પ્રદર્શન કરાવવાનું પ્રેશર રહેશે.

રિષભ પંત સહિત આ ટીમ પાસે એઇડન માર્કરમ, મિચલ માર્શ, નિકોલસ પૂરન જેવા પાવરહિટર અને ટીમની આગેવાની કરી શકે એવા સશક્ત પ્લેયર્સ છે. આ ચારેય બૅટર્સ લખનઉની બૅટિંગ લાઇનઅપના મહત્ત્વપૂર્ણ ભાગ છે. આયુષ બદોની, અબ્દુલ સમદ, જૉશ ઇંગ્લિસ પણ બૅટિંગ-યુનિટના મહત્ત્વપૂર્ણ ભાગ છે. ટીમ પાસે શાહબાઝ અહમદ, અર્જુન તેન્ડુલકર અને અર્શીન કુલકર્ણી જેવા ઑલરાઉન્ડર વિકલ્પો પણ છે.



વાનિન્દુ હસરંગાની ઇન્જરીને કારણે મુખ્ય સ્પિનર તરીકે દિગ્વેશ રાઠી પર મોટી જવાબદારી રહેશે. પેસ બોલિંગ-યુનિટમાં એકલા હાથે તરખાટ મચાવી શકે એવા મોહમ્મદ શમી, મયંક યાદવ, આવેશ ખાન, મોહસિન ખાન, પ્રિન્સ યાદવ અને ઍ​ન્રિક નૉર્ખિયા જેવા બોલરો સામેલ છે. ભારતના ભૂતપૂર્વ કોચ ભરત અરુણના માર્ગદર્શનમાં આ બોલિંગ-યુનિટ મોટા વિક્રમ સર્જી શકે છે.


લખનઉ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન 

૨૦૨૨  - ક્વૉલિફાયર ટૂ 
૨૦૨૩  - ક્વૉલિફાયર ટૂ 
૨૦૨૪  - સાતમો ક્રમ 
૨૦૨૫  - સાતમો ક્રમ


લખનઉ સુપર જાયન્ટ્સનો રેકૉર્ડ

ટોટલ મૅચ - ૫૮  
જીત - ૩૦  
હાર - ૨૭  
નો-રિઝલ્ટ - ૧  
જીતની ટકાવારી - ૫૧.૭૨  ટકા 

1410

આટલા રન સાથે કે. એલ. રાહુલ હજી પણ આ ટીમનો હાઇએસ્ટ રન-સ્કોરર છે. નિકોલસ પૂરન ૩૦ રન કરીને એનો રેકૉર્ડ તોડી શકે છે.

48

આટલી હાઇએસ્ટ વિકેટ સ્પિનર રવિ બિશ્નોઈએ લખનઉ માટે લીધી હતી. ૩૯ વિકેટ સાથે આવેશ ખાન લિસ્ટમાં બીજા ક્રમે છે. 

આ ટીમનો યંગેસ્ટ અને ઓલ્ડેસ્ટ પ્લેયર કોણ છે?

૨૦ વર્ષ ૧૩૩ દિવસની ઉંમર સાથે મીડિયમ ફાસ્ટ બોલર નમન તિવારી આ ટીમનો યંગેસ્ટ પ્લેયર છે. મુખ્ય પેસ બોલર મોહમ્મદ શમી આ ટીમનો સૌથી ઉંમરલાયક પ્લેયર છે. તેની ઉંમર ૩૫ વર્ષ ૧૯૯ દિવસની છે. 

26.68

આટલી ઍવરેજ ઉંમર છે લખનઉ સુપર જાયન્ટ્સની વર્તમાન સ્ક્વૉડની. 

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK