માલિકીની કંપનીને આશા છે કે ૨૦૨૬ની ૩૧ માર્ચ સુધીમાં વેચાણ-પ્રક્રિયા પૂર્ણ થશે
પ્રવીણ સોમેશ્વર
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની માલિકીની કંપની ડિયાજિયોની પેટા કંપની યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડે ટીમને વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. કંપનીએ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જને આ વિશે ઑફિશ્યલ જાણ કરી છે. માલિકીની કંપનીને આશા છે કે ૨૦૨૬ની ૩૧ માર્ચ સુધીમાં વેચાણ-પ્રક્રિયા પૂર્ણ થશે.
યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર અને CEO પ્રવીણ સોમેશ્વરે કહ્યું હતું કે ‘RCB અમારા માટે મૂલ્યવાન છે, પરંતુ મુખ્ય વ્યવસાય નથી. આ નિર્ણય કંપનીની ભાવિ વ્યૂહરચનાના ભાગરૂપે લેવામાં આવ્યો છે.’
ADVERTISEMENT
RCBની કિંમત ૧૭,૦૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. RCBની વિમેન્સ ટીમ ૨૦૨૪માં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) અને મેન્સ ટીમ ૨૦૨૫માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું ટાઇટલ પહેલી વખત જીતી હતી.


