Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સંજુ અને ઋતુ CSKની નવી ઓપનિંગ જોડી બનશે

સંજુ અને ઋતુ CSKની નવી ઓપનિંગ જોડી બનશે

Published : 27 March, 2026 02:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2025માં રેસમાંથી બહાર થયા બાદ અંતિમ મૅચોમાં મુંબઈકર આયુષ મ્હાત્રેને IPLમાં ઓપનિંગ કરવાનો અનુભવ કરવા મોકલ્યો હતો

સંજુ અને ઋતુ

સંજુ અને ઋતુ


ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે IPL 2026ની પોતાની નવી ઓપનિંગ જોડી વિશે મોટી અપડેટ આપી છે. કૅપ્ટન્સ ડે દરમ્યાન તેણે પુષ્ટિ આપી છે કે ‘સંજુ અને ઋતુ ટીમની નવી ઓપનિંગ જોડી હશે. આયુષ મ્હાત્રે ત્રીજા ક્રમે બૅટિંગ માટે આવી શકે છે.’

IPL 2025માં રેસમાંથી બહાર થયા બાદ અંતિમ મૅચોમાં મુંબઈકર આયુષ મ્હાત્રેને IPLમાં ઓપનિંગ કરવાનો અનુભવ કરવા મોકલ્યો હતો.



ગઈ સીઝનની તળિયાની ટીમને નવી સીઝનમાં ધમાકેદાર ઓપનિંગ અપાવવાની જવાબદારી હવે વર્લ્ડ કપ ચૅમ્પિયન સંજુ સૅમસન અને ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ પર રહેશે. ઋતુરાજ ગાયકવાડે ૭૧  IPL મૅચોમાં ૨  સદી અને ૨૦  ફિફ્ટીના આધારે ૨૫૦૨  રન કર્યા છે. સંજુ સૅમસને ૧૭૭ IPL મૅચોમાં ૩ સદી અને ૨૬ ફિફ્ટીની મદદથી ૪૭૦૪ રન કર્યા છે. ગઈ સીઝનમાં ડેબ્યુ કરીને આયુષ મ્હાત્રેએ ૭ મૅચમાં ૧૮૮.૯૭ની સ્ટ્રાઇક-રેટથી ૨૪૦ રન ફટકાર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK