અહેવાલ અનુસાર મૅચ બાદ હૈદરાબાદનો ટ્રૅવિસ હેડ અને ટીમ-ઓનર કાવ્યા મારન પણ આ જ અંદાજમાં ચેન્નઈ સુપર કિંગ્સના ફૅન્સને ચીડવતાં જોવા મળ્યાં હતાં.
ઈશાન કિશન
સોમવારે ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવીને સનરાઇઝર્સ હૈદરાબાદે એક સીઝનમાં આ હરીફને પહેલી વખત બન્ને ટક્કરમાં માત આપી હતી. ૪૭ બૉલમાં ૭૦ રન ફટકારીને ઈશાન કિશન આ મૅચનો પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. મૅચમાં તમામ પ્લેયર્સ સાથે હાથ મિલાવ્યા બાદ ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતનો ઈશાન કિશનનો એક રસપ્રદ વિડિયો વાઇરલ થયો હતો. ચેપૉક સ્ટેડિયમ ચાહકો દ્વારા વગાડવામાં આવતી યલો વ્હિસલને કારણે જાણીતું છે. ઈશાન કિશને સ્ટેડિયમમાં હાજર દર્શકો તરફ વ્હિસલ વગાડવાનો અને ઘરે જવાનો ઇશારો વારંવાર કર્યો હતો. સાથી-પ્લેયર્સ સાથે ડ્રેસિંગ રૂમ સુધી પહોંચ્યો ત્યાં સુધી તેણે તમામ ફૅન્સને પોતાના હાથથી ઘરે જવાનો સંકેત કર્યો હતો. જીત મળ્યા બાદ તેણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, ‘વ્હિસલ કરતાં મોટો અવાજ મારા બૅટનો હતો. અમે પ્લેઑફમાં પહોંચી ગયા છીએ.’ અહેવાલ અનુસાર મૅચ બાદ હૈદરાબાદનો ટ્રૅવિસ હેડ અને ટીમ-ઓનર કાવ્યા મારન પણ આ જ અંદાજમાં ચેન્નઈ સુપર કિંગ્સના ફૅન્સને ચીડવતાં જોવા મળ્યાં હતાં.
એક જ IPL સીઝનમાં ૩૦ સિક્સર આપનાર બોલર્સના લિસ્ટમાં સામેલ થયો ચેન્નઈનો બોલર અંશુલ કમ્બોજ
ADVERTISEMENT
IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજે ૧૩ મૅચમાં સૌથી વધુ ૨૦ વિકેટ લીધી છે. ૨૩.૭૦ના ઍવરેજ અને ૧૦.૨૩ના ઇકૉનૉમી-રેટ સાથે તે ટીમ માટે મોંઘો સાબિત થયો છે. આ સીઝનમાં ૩૦ સિક્સ આપીને તે એક અનિચ્છનીય લિસ્ટમાં સામેલ થયો છે. અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને ૨૦૨૫માં એક IPL સીઝનમાં સૌથી વધુ ૩૩ સિક્સ આપી હતી. ૨૦૨૨માં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ૩૧ સિક્સ ફટકારાઈ હતી. ૨૦૨૨માં સ્પિનર વનિન્દુ હસરંગા, ૨૦૨૪માં સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને હવે ૨૦૨૬માં કૅગિસો રબાડાએ પણ ૩૦-૩૦ સિક્સ આપી છે. આગામી મૅચમાં જો અંશુલ કમ્બોજ અને કૅગિસો રબાડાને વધુ સિક્સ ફટકારાશે તો તેઓ આ અનિચ્છનીય લિસ્ટમાં ટૉપ પર હશે.
