હાલમાં સોશ્યલ મીડિયા પર શૅર કરેલી એક પોસ્ટમાં તે એક મિત્ર સાથે લંડનના રસ્તા પર એક રિક્ષામાં બેસીને ભોજપુરી સૉન્ગ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
ઈશાન કિશને લંડનના રસ્તા પર રિક્ષામાં ભોજપુરી ગીત પર ડાન્સ કર્યો
ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટ મૅચ રમ્યા બાદ ઈશાન કિશન ફુલ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો છે. તેણે હાલમાં સોશ્યલ મીડિયા પર શૅર કરેલી એક પોસ્ટમાં તે એક મિત્ર સાથે લંડનના રસ્તા પર એક રિક્ષામાં બેસીને ભોજપુરી સૉન્ગ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
‘ગુલાબ જઇસન ખિલલ બાડૂ, તૂ ભંવરા સે મિલલ બાડૂ’ આ ભોજપુરી સૉન્ગ પર તેનો મસ્તી ભરેલો અંદાજ સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. બિહારના પટનામાં જન્મેલા આ ક્રિકેટરે ઇન્સ્ટા સ્ટોરીમાં આ વિડિયો શૅર કરીને લખ્યું કે ‘અંદર કા બિહાર, લંડન મેં નિકલ ગયા’.

