ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ જય શાહ ઑલિમ્પિક્સની રમતોમાં ક્રિકેટની વાપસીની પ્રક્રિયા પર બરાબર નજર રાખી રહ્યા છે. હાલમાં ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટીના પ્રમુખ ક્રિસ્ટી કૉવેન્ટ્રી સાથે તેમણે મુલાકાત કરી હતી.
					 
					
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ જય શાહ ઑલિમ્પિક્સની રમતોમાં ક્રિકેટની વાપસીની પ્રક્રિયા પર બરાબર નજર રાખી રહ્યા છે. હાલમાં ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટીના પ્રમુખ ક્રિસ્ટી કૉવેન્ટ્રી સાથે તેમણે મુલાકાત કરી હતી. બન્નેએ લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ 2028 અને ઑલિમ્પિક્સમાં ક્રિકેટના પુનરાગમન વિશે ચર્ચા કરી હતી. આ દિશામાં અત્યાર સુધી થયેલી કામગીરી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. જય શાહે ગયા વર્ષના અંતમાં બ્રિસ્બેન સમર ઑલિમ્પિક્સ 2032ની આયોજક કમિટી સાથે પણ ક્રિકેટની વાપસી વિશે ચર્ચા કરી હતી.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	