તેણે ૪ ઓવરના સ્પેલમાં બાવીસ રન આપી એક વિકેટ લઈને આ T20 ટુર્નામેન્ટનો હાઇએસ્ટ વિકેટટેકર-બોલર બન્યો હતો
જયદેવ ઉનડકટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચમાં દિલ્હી સામે સૌરાષ્ટ્રએ ૧૦ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીના ૨૦૮ રનના ટાર્ગેટ સામે સૌરાષ્ટ્ર પાંચ વિકેટે ૧૯૭ રન જ કરી શક્યું હતું. આ હાર દરમ્યાન સૌરાષ્ટ્રના કૅપ્ટન અને ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે મોટો રેકૉર્ડ પોતાને નામે કર્યો હતો.
તેણે ૪ ઓવરના સ્પેલમાં બાવીસ રન આપી એક વિકેટ લઈને આ T20 ટુર્નામેન્ટનો હાઇએસ્ટ વિકેટટેકર-બોલર બન્યો હતો. ૩૪ વર્ષના જયદેવ ઉનડકટે આ ટુર્નામેન્ટમાં હમણાં સુધી ૮૩ ઇનિંગ્સમાં ૧૨૧ વિકેટ નોંધાવી છે. તેણે પંજાબના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલનો રેકૉર્ડ તોડ્યો હતો જેણે ૮૭ ઇનિંગ્સમાં ૧૨૦ વિકેટ ઝડપી હતી.


