Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મહારાજા ટ્રોફીના ઑક્શનમાં કે. એલ. રાહુલ કેમ રહ્યો અનસોલ્ડ?

મહારાજા ટ્રોફીના ઑક્શનમાં કે. એલ. રાહુલ કેમ રહ્યો અનસોલ્ડ?

Published : 06 June, 2026 10:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજિત મહારાજા T20 ટ્રોફીની આગામી સીઝન જૂન-જુલાઈમાં રમાવાની છે.

કે. એલ. રાહુલની ફાઇલ તસવીર

કે. એલ. રાહુલની ફાઇલ તસવીર


ગઈ કાલે સોશ્યલ મીડિયા પર મહારાજા T20 ટ્રોફીની આગામી સીઝનના ઑક્શનની ક્લિપ વાઇરલ થઈ હતી. આ ઑક્શનમાં ભારતનો અનુભવી વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ બે લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે અનસોલ્ડ રહ્યો હતો. IPL 2026માં ૫૯૩ રન ફટકાર્યા છતાં તેને મહારાજા T20 ટ્રોફીની કોઈ ટીમે ન ખરીદ્યો એ બાબતે લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી.

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજિત મહારાજા T20 ટ્રોફીની આગામી સીઝન જૂન-જુલાઈમાં રમાવાની છે. આ સમયગાળા દરમ્યાન નૅશનલ ડ્યુટીમાં વ્યસ્ત હોવાથી કે. એલ. રાહુલ આ ટુર્નામેન્ટ માટે હાજર નહીં રહી શકે અને એ જ કારણસર કોઈ ટીમે કે. એલ. રાહુલ પર બોલી લગાવી નહોતી. 


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK