જ્યારે ૩૬ વર્ષનો કોહલી ૮૦૬૩ રન સાથે IPLનો હાઇએસ્ટ રન-સ્કોરર છે અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૭,૫૯૯ રન બનાવીને ત્રીજો સૌથી વધુ રન ફટકારનાર ક્રિકેટર છે.
ડ્વેઇન બ્રાવો
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના મેન્ટર ડ્વેઇન બ્રાવોએ વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કોહલીની તુલના પોર્ટુગલના સ્ટાર ફુટબૉલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો સાથે કરી અને તેના સમર્પણ અને કાર્યનિષ્ઠાની પ્રશંસા કરી છે. એક ઇન્ટરવ્યુમાં બ્રાવોએ કોહલીની ફિટનેસ, શિસ્ત અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતાં કહ્યું કે કોહલીની સફળતાની ભૂખ અને પ્રેશર હેઠળ પ્રદર્શન કરવાની ક્ષમતા તેને ક્રિકેટનો ક્રિસ્ટિઆનો રોનાલ્ડો બનાવે છે. રોનાલ્ડોની જેમ કોહલી સતત સુધારો કરવા કેવી રીતે પોતાને પ્રેરે છે એની બ્રાવોએ પ્રશંસા કરી હતી.
૯૨૯ ગૉલ સાથે ૪૦ વર્ષનો ક્રિસ્ટિઆનો રોનાલ્ડો દુનિયાનો હાઇએસ્ટ ગોલ-સ્કોરર છે, જ્યારે ૩૬ વર્ષનો કોહલી ૮૦૬૩ રન સાથે IPLનો હાઇએસ્ટ રન-સ્કોરર છે અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૭,૫૯૯ રન બનાવીને ત્રીજો સૌથી વધુ રન ફટકારનાર ક્રિકેટર છે.

