હાલ આ હેરિટેજ તાજ વિલા બંગલો ગોરે પરિવારની માલિકીનો છે.
તાજ વિલા
બાંદરા-વેસ્ટમાં કાર્ટર રોડ પર આવેલા ૧૯૩૦માં બનેલા અને હેરિટેજમાં સ્થાન પામનારા બંગલો ‘તાજ વિલા’ને બરકરાર રાખીને એનું રીસ્ટોરેશન કરી એની પાછળ ૧૪ માળનું આલીશાન બિલ્ડિંગ બનાવવામાં આવશે. હાલ આ હેરિટેજ તાજ વિલા બંગલો ગોરે પરિવારની માલિકીનો છે.
ગોરે પરિવારે હવે JSW રિયલ્ટી ગ્રુપ સાથે ડેવલપમેન્ટ ઍગ્રીમેન્ટ કર્યું છે જેમાં આ તાજ વિલા બંગલો જેમ છે એમ જ રાખીને એનું રીસ્ટોરેશન કરવામાં આવશે. જોકે બંગલાની પાછળ ૧૪ માળનો ટાવર ઊભો કરવામાં આવશે. તાજ વિલા એક માળનો બંગલો છે જે અંદાજે ૭૦૦૦ સ્ક્વેરફુટનો એરિયા ધરાવે છે. હવે નવા બની રહેલા ૧૪ માળના ટાવરમાં અંદાજે ૭૦,૦૦૦ સ્ક્વેરફુટનું બાંધકામ થશે અને એમાંથી અમુક ફ્લોર ગોરે પરિવારને આપવામાં આવશે. બંગલાનું રીસ્ટોરેશન કરતી વખતે એમાં આધુનિક સુવિધાઓ આપવામાં આવશે, પણ બંગલાના આગળના ભાગમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. ગોરે પરિવાર લાંબા સમયથી આ માટે ઘણાબધા બિલ્ડરો સાથે સંપર્કમાં હતો. એસ્ટેટ માર્કેટના જાણકારોના કહેવા મુજબ અડધા એકરની આ પ્રૉપર્ટીનો ભાવ ૩૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

