હિન્દુ નવા વર્ષે એક જ દિવસે ૫૦૦ લોકોએ બુકિંગ પણ કરાવ્યું
પ્રતીકાત્મક તસવીર
હિન્દુ નવા વર્ષ ગુઢીપાડવાએ ગઈ કાલે થાણેમાં ૧૦૦૦ ફૅમિલીએ તેમના નવા ઘરનું પઝેશન લીધું હતું. CREDAI-MCHI થાણેના પ્રમુખ જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે ‘ગુઢીપાડવાના પાવન દિવસે આજે નવી મિલકતનું બુકિંગ કરાવનારા ૧૦૦૦ પરિવારે પઝેશન લીધું હતું અને બીજા ૫૦૦ લોકોએ નવા ઘરનું બુકિંગ કરાવ્યું હતું. થાણેની રિયલ એસ્ટેટ માર્કેટ માટે આ એક ખૂબ સારી નિશાની છે. ગુઢીપાડવાએ આપણે નવા વર્ષના આગમનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમારા બધા મેમ્બર્સ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ લોકો અને થાણેની જનતાને શુભેચ્છા આપું છું. નવા વર્ષમાં બધાના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવે અને આ વર્ષ શુકનવંતું રહે. ગુઢીપાડવા મહારાષ્ટ્રનો મહત્ત્વનો તહેવાર છે જેમાં નવા વર્ષ અને ખેતપેદાશની કાપણીની શરૂઆત થાય છે. CREDAI-MCHI થાણેના તમામ મેમ્બરોની મહેનત અને સમર્પણથી રિયલ એસ્ટેટમાં એક જ દિવસે ૧૦૦૦ મિલકતનું પઝેશન અને ૫૦૦ નવી મિલકતોનું બુકિંગ શક્ય બન્યું છે. અમે થાણેમાં રિયલ એસ્ટેટના વિકાસ માટે પ્રદાન આપતા રહીશું.’

