Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એજબૅસ્ટનમાં પણ ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યો હતો ધોની

એજબૅસ્ટનમાં પણ ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યો હતો ધોની

Published : 16 July, 2026 10:22 AM | IST | Birmingham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની સાથે તેની પત્ની સાક્ષી ધોની, ઍક્ટ્રેસ ક્રિતી સૅનન અને તેનો બૉયફ્રેન્ડ કબીર બહિયા પણ સ્ટેન્ડ્સમાં હાજર રહ્યાં હતાં

ધોની રેડિયો-રિસીવર પહેરીને મૅચના દરેક બૉલની અપડેટ અને કૉમેન્ટરી સાંભળી રહ્યો હતો

ધોની રેડિયો-રિસીવર પહેરીને મૅચના દરેક બૉલની અપડેટ અને કૉમેન્ટરી સાંભળી રહ્યો હતો


ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મંગળવારે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની વન-ડે મૅચ જોવા પહોંચ્યો હતો. તેની સાથે તેની પત્ની સાક્ષી ધોની, ઍક્ટ્રેસ ક્રિતી સૅનન અને તેનો બૉયફ્રેન્ડ કબીર બહિયા પણ સ્ટેન્ડ્સમાં હાજર રહ્યાં હતાં.

ધોની રેડિયો-રિસીવર પહેરીને મૅચના દરેક બૉલની અપડેટ અને કૉમેન્ટરી સાંભળી રહ્યો હતો. એક નાનકડા ફૅને જ્યારે પૉપકૉર્ન ખાવાની ઑફર કરી ત્યારે ધોનીએ સહજતાથી અેનો સ્વીકાર કર્યો હતો. બિગ સ્ક્રીન પર આ દૃશ્યો જોઈને સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તાળીઓ પણ પાડી હતી.



ધોની આ વર્ષે ભારતીય ટીમની મૅચોમાં સતત જોવા મળી રહ્યો છે. આ પહેલાં માર્ચ મહિનામાં T20 વર્લ્ડ કપ સેમી-ફાઇનલમાં અને ફાઇનલમાં જોવા મળ્યો હતો. હાલમાં જ ટ્રેન્ટ બ્રિજના મેદાન પર તેણે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી T20 મૅચ નિહાળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 10:22 AM IST | Birmingham | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK