Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સ્ક્વૉડનો ભાગ બનવા મુંબઈ T20 લીગમાં રમવું ફરજિયાત

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સ્ક્વૉડનો ભાગ બનવા મુંબઈ T20 લીગમાં રમવું ફરજિયાત

Published : 04 May, 2026 11:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે T20 મુંબઈ લીગની પહેલી મહિલા સીઝન અને ચોથી પુરુષ સીઝન માટે ઑક્શન યોજાયું હતું

અજિંક્ય નાઈક

અજિંક્ય નાઈક


શનિવારે T20 મુંબઈ લીગની પહેલી મહિલા સીઝન અને ચોથી પુરુષ સીઝન માટે ઑક્શન યોજાયું હતું. હવે IPL પછી લગભગ ૧થી ૧૫ જૂન દરમ્યાન આ લીગમાં T20ની ધમાલ જોવા મળશે. આ ઑક્શનમાં મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ અજિંક્ય નાઈકે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

અજિંક્ય નાઈકે કહ્યું હતું કે ‘ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સ્ક્વૉડનો ભાગ બનવા મુંબઈ T20 લીગમાં રમવું ફરજિયાત હશે. સુનીલ ગાવસકર જેવા ખેલાડીઓના યુગથી મુંબઈમાં પ્રથા રહી છે કે જ્યારે નૅશનલ ટીમનો ખેલાડી કોઈ સિરીઝમાં વ્યસ્ત ન હોય ત્યારે સ્થાનિક ક્લબ માટે રમે છે. હાલમાં શાર્દૂલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ આ પ્રથાને અનુસરી રહ્યા છે. આ ઑક્શને ભવિષ્યના સ્ટાર્સ માટે લૉન્ચપૅડ તરીકે લીગની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે.’



પુરુષ લીગની ૮ ટીમો વચ્ચે ઑલરાઉન્ડર આકાશ પારકર સૌથી વધુ ૧૨ લાખ રૂપિયામાં શ્રેયસ ઐયરની SoBo મુંબઈ ફાલ્કન્સનો ભાગ બન્યો બન્યો હતો. વિકેટકીપર-બૅટર પ્રસાદ પવાર ૧૧.૫૦ લાખ રૂપિયામાં અને ઑલરાઉન્ડર મુશીર ખાન ૧૧ લાખ રૂપિયામાં અંધેરી ટીમનો ભાગ બન્યો છે. શિવમ દુબેની આ ટીમે ઑલરાઉન્ડર અર્જુન તેન્ડુલકરને પણ ૧૦ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK