આજથી યજમાન ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની T20 સિરીઝ રમાશે. ૨૩ ઑક્ટોબર સુધી આયોજિત આ સિરીઝની ત્રણેય મૅચ ભારતીય સમય અનુસાર સવારે ૧૧.૪૫ વાગ્યે શરૂ થશે.
યંગ ક્રિકેટ ફૅન્સ સાથે ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સેન્ટનર અને ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રુકે યુનિક ટ્રોફી ફોટોશૂટ કર્યું હતું.
આજથી યજમાન ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની T20 સિરીઝ રમાશે. ૨૩ ઑક્ટોબર સુધી આયોજિત આ સિરીઝની ત્રણેય મૅચ ભારતીય સમય અનુસાર સવારે ૧૧.૪૫ વાગ્યે શરૂ થશે. ઇંગ્લૅન્ડનું નેતૃત્વ હૅરી બ્રુક કરશે, જ્યારે ન્યુ ઝીલૅન્ડના રેગ્યુલર વાઇટ-બૉલ ટીમના કૅપ્ટન મિચલ સેન્ટનરે ઇન્જરી બાદ ટીમમાં વાપસી કરી છે.
બન્ને ટીમ ૨૭ વખત આ ફૉર્મેટમાં સામસામે રમી છે જેમાંથી ઇંગ્લૅન્ડ ૧૬ અને ન્યુ ઝીલૅન્ડ ૧૦ મૅચ જીત્યું છે તથા એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. બન્ને ટીમ પાંચ T20 સિરીઝ એકબીજા સામે રમી છે. ઇંગ્લૅન્ડ એમાંથી ત્રણ અને ન્યુ ઝીલૅન્ડ ૨૦૧૩ની એકમાત્ર સિરીઝ જીત્યું છે. ૨૦૨૩માં રમાયેલી અંતિમ T20 સિરીઝ ૨-૨થી ડ્રૉ રહી હતી. એ સિરીઝનાં બે વર્ષ બાદ આજે બન્ને ટીમ આ ફૉર્મેટમાં પહેલી વખત ટકરાશે.

