૨૦૨૩ના વર્લ્ડ કપ બાદ ઇંગ્લૅન્ડ ૭માંથી ૬ સિરીઝ હારી ગયું છે. ત્રીજી અને છેલ્લી વન-ડે શનિવારે વૅલિંગ્ટનમાં રમાશે.
ન્યુ ઝીલૅન્ડનાે બ્લૅર ટિકનેર ૪ વિકેટ લઈને મૅચનો હીરો બન્યો હતો.
પહેલી વન-ડે બાદ બીજી વન-ડેમાં પણ ઇંગ્લૅન્ડે ટૉપ ઑર્ડર બૅટર્સના ફ્લૉપ શોને લીધે ન્યુ ઝીલૅન્ડ સામે પાંચ વિકેટે હાર જોવી પડી હતી. હૅમિલ્ટનમાં રમાયેલી બીજી વન-ડેમાં ઇંગ્લૅન્ડ ૩૬ ઓવરમાં માત્ર ૧૭૫ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. કિવીઓએ ૩૩.૧ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પહેલી મૅચમાં પણ કિવીઓનો ચાર વિકેટે વિજય થયો હતો. ન્યુ ઝીલૅન્ડનાે બ્લૅર ટિકનેર ૪ વિકેટ લઈને મૅચનો હીરો બન્યો હતો. આ સાથે ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવીને સિરીઝ કબજે કરી લીધી હતી. ન્યુ ઝીલૅન્ડ ૧૭ વર્ષ બાદ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે વન-ડે સિરીઝ જીત્યું હતું. છેલ્લે ૨૦૦૮માં તેમણે અંગ્રેજોને ૩-૧થી માત આપી હતી.
આ સિરીઝ પહેલાં રમાયેલી T20 સિરીઝ ઇંગ્લૅન્ડે ૧-૦થી જીતી લીધી હતી. એ સિરીઝમાં વરસાદને લીધે બે મૅચ ધોવાઈ ગઈ હતી. ૨૦૨૩ના વર્લ્ડ કપ બાદ ઇંગ્લૅન્ડ ૭માંથી ૬ સિરીઝ હારી ગયું છે. ત્રીજી અને છેલ્લી વન-ડે શનિવારે વૅલિંગ્ટનમાં રમાશે.


