Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: બવુમા ભારતના પ્રવાસમાં કૅપ્ટન : પાર્નેલનું કમબૅક

News In Short: બવુમા ભારતના પ્રવાસમાં કૅપ્ટન : પાર્નેલનું કમબૅક

18 May, 2022 01:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીમના અન્ય મુખ્ય પ્લેયર્સમાં ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), કેશવ મહારાજ, એઇડન માર્કરમ, ડેવિડ મિલર, લુન્ગી ઍન્ગિડી, ડ્વેઇન પ્રિટોરિયસ, કૅગિસો રબાડા, તબ્રેઝ શમ્સી, માર્કો યેન્સેન અને રૅસી વૅન ડર ડુસેનનો સમાવેશ છે.

બવુમા ભારતના પ્રવાસમાં કૅપ્ટન : પાર્નેલનું કમબૅક

બવુમા ભારતના પ્રવાસમાં કૅપ્ટન : પાર્નેલનું કમબૅક


આગામી ૯થી ૧૯ જૂન દરમ્યાન ભારતમાં રમાનારી પાંચ મૅચની ટી૨૦ સિરીઝ માટેની સાઉથ આફ્રિકાની ટીમના સુકાની તરીકે ટેમ્બા બવુમાની નિયુક્તિ કરવામાં આવી છે. ૨૧ વર્ષનો ટિસ્ટેન સ્ટબ્સ આ ટીમમાં સામેલ નવો વિકેટકીપર-બૅટર છે. ફાસ્ટ બોલર ઍન્રિક નૉર્કિયા તેમ જ બૅટર્સ રીઝા હેન્ડ્રિક્સ અને હિનરિચ ક્લાસેનાં સાઉથ આફ્રિકાની ટીમમાં કમબૅક થયાં છે. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર વેઇન પાર્નેલને પાંચ વર્ષે ફરી ટી૨૦ ટીમમાં આવવા મળ્યું છે. ટીમના અન્ય મુખ્ય પ્લેયર્સમાં ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), કેશવ મહારાજ, એઇડન માર્કરમ, ડેવિડ મિલર, લુન્ગી ઍન્ગિડી, ડ્વેઇન પ્રિટોરિયસ, કૅગિસો રબાડા, તબ્રેઝ શમ્સી, માર્કો યેન્સેન અને રૅસી વૅન ડર ડુસેનનો સમાવેશ છે.

બ્રિટિશ ફુટબોલર જૅક ડૅનિયલ્સ કહે છે, ‘હું ગે છું’



જૅક ડૅનિયલ્સ ઇંગ્લૅન્ડના વર્તમાન ફુટબોલરોમાં એવો પહેલો ખેલાડી છે જેણે જાહેરમાં કહ્યું છે કે તે હોમોસેક્સ્યુઅલ છે. બ્લૅકપૂલ ક્લબની ટીમ વતી રમતા ૧૭ વર્ષના ડૅનિયલ્સે હિંમત કરીને પહેલાં તેનાં મમ્મી-પપ્પાને, ક્લબના હોદ્દેદારોને અને ટીમના સાથીઓને કહ્યું છે ‘કે હું ગે છું’ અને સામે ચાલીને આ વાત કરીને હવે તેનું મન ઘણું હળવું થઈ ગયું છે. તેણે કહ્યું, ‘ભૂતકાળમાં મારી ઘણી ગર્લફ્રેન્ડ હતી. એ રીતે મને બધા સીધો માનતા હતા, પરંતુ ખરેખર તો હું કવર-અપ કરવા જ ગર્લફ્રેન્ડ રાખતો. સ્કૂલમાં ઘણા મને કહેતા કે તું ગે નથી? હું તેમને ‘ના’ કહેતો, કારણ કે કબૂલ કરવાની મારામાં હિંમત નહોતી થતી.’ પુરુષ અને મહિલા ફુટબૉલ ટીમમાં બીજા કેટલાક પણ સમલૈંગિકો છે, પરંતુ તેઓ જાહેરમાં કબૂલ કરવાનું ટાળે છે.

 

ગેઇલ, ડિવિલિયર્સનો આરસીબી હૉલ ઑફ ફેમમાં સમાવેશ


ક્રિસ ગેઇલ અને એ. બી. ડિવિલિયર્સનો રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના હૉલ ઑફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ કહ્યું કે આ બન્ને મહાન પ્લેયર્સનાં નામની જાહેરાત કરવાનો મને અવસર મળશે એ મારા માટે એ યાદગાર ક્ષણ કહેવાશે.

વરલીમાં આજથી નૅશનલ સ્ક્વૉશ ટુર્નામેન્ટ

વરલીની નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (એનએસસીઆઇ) દ્વારા આજથી નૅશનલ જુનિયર્સ અને સિનિયર્સ સ્ક્વૉશ ઇવેન્ટનું આયોજન કરાયું છે. એનએસસીઆઇની સ્ક્વૉશ કોર્ટમાં સ્ક્વૉશ રૅકેટ ફેડરેશન ઑફ ઇન્ડિયાના બૅનર હેઠળ રમાનારી આ થ્રી-સ્ટાર ટુર્નામેન્ટમાં દેશભરમાંથી કુલ ૪૪૦થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. ૨૦૧૯ની ટુર્નામેન્ટમાં ૩૮૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વખતની ટુર્નામેન્ટમાં સફળ થનારા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કૅટેગરીમાં રૅન્કિંગ સુધારવામાં મદદ મળશે. વરલીની સ્પર્ધાની મૅચો ૯થી ૬૫ વર્ષ સુધીના અનેક વય-જૂથમાં રમાશે. આ સ્પર્ધામાં રમનારો પ્રિયાન ઠક્કર (અન્ડર-૧૫) આગામી 
એશિયન ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમમાં સિલેક્ટ થયો છે. વરલીની સ્પર્ધામાં રમનારી દીવા શાહ (અન્ડર-૧૩) પણ ભારતીય ટીમમાં સિલેક્ટ થઈ છે.
એનએસસીઆઇની સ્ક્વૉશ ટુર્નામેન્ટની વિવિધ કૅટેગરી આ મુજબ છે : અન્ડર-૯ મિક્સ્ડ બૉય્સ ઍન્ડ ગર્લ્સ, છોકરાઓ તથા છોકરીઓમાં અન્ડર-૧૧, અન્ડર-૧૩, અન્ડર-૧૫, અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ તેમ જ મેન્સ તથા વિમેન્સ કૅટેગરી.

કલકત્તા એક્ઝિટની નજીક : લખનઉને આજે પ્લે-ઑફમાં એન્ટ્રીનો સારો મોકો

આઇપીએલની ૧૫મી સીઝનમાં આજે ૬૬મા નંબરની મૅચ છઠ્ઠા નંબરની કલકત્તા માટે આશા જીવંત રાખવાની આખરી તક છે, જ્યારે ત્રીજા નંબરની લખનઉની ટીમને આજે જીતીને ૧૮ પૉઇન્ટ સાથે બીજી નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (૨૦ પૉઇન્ટ)ની માફક સત્તાવાર રીતે 
પ્લે-ઑફમાં પ્રવેશ કરવાનો મોકો છે.
સાતમી મેએ પુણેમાં લખનઉએ મૅન ઑફ ધ મૅચ અવેશ ખાન અને હોલ્ડરની ત્રણ-ત્રણ વિકેટની મદદથી કલકત્તાની ટીમને પરાજિત કરી હતી. રસેલે જો પાંચ સિક્સર, ત્રણ ફોરની મદદથી ૧૯ બૉલમાં ૪૫ રન ન બનાવ્યા હોત તો ઐયરની ટીમ કદાચ લોએસ્ટ સ્કોરનો શિકાર બની હોત. લખનઉના ૧૭૬/૭ના સ્કોર સામે કલકત્તા માત્ર ૧૦૧ રને આઉટ થઈ જતાં એનો ૭૫ રનથી પરાજય થયો હતો.

કલકત્તાનો રહાણે ઈજાને કારણે આઇપીએલની બાકીની મૅચ ગુમાવશે.

તમીમ ઇકબાલની શ્રીલંકા સામે ૧૪ વર્ષે પ્રથમ સદી

શ્રીલંકાએ ચટગ્રામમાં સોમવારે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ઍન્જેલો મૅથ્યુઝના ૧૯૯ રનની મદદથી ૩૯૭ રન બનાવ્યા બાદ ગઈ કાલે ત્રીજા દિવસે યજમાન બંગલાદેશે ૩ વિકેટે ૩૧૮ રન બનાવીને પ્રવાસીઓને વળતો જવાબ આપ્યો હતો. તમીમ ઇકબાલ (૧૩૩ રન, ૨૧૭ બૉલ, ૧૫ ફોર) શરીરમાં કળતર થવાને લીધે રિટાયર હર્ટ થયો હતો. ત્યાર બાદ લિટન દાસ (૫૪ નૉટઆઉટ) અને મુશ્ફિકુર રહીમ (૫૩ નૉટઆઉટ)ની જોડીએ ૯૮ રનની અતૂટ ભાગીદારીથી બંગલાદેશને સારી સ્થિતિમાં લાવી દીધું હતું. તમીમ ૨૦૦૮માં શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ રમ્યો ત્યાર બાદ છેક ગઈ કાલે (૧૪ વર્ષે) એની સામે પહેલી વાર ટેસ્ટ-સદી ફટકારવામાં સફળ થયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2022 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK