ગયા વર્ષે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ટુર્નામેન્ટ સુપર સ્મૅશમાં વૉરવિકશર ટીમ વતી મૅરી કેલી અને ઓટાગો વતી લૉરા હૅરિસે ૧૫ બૉલમાં હાફ સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો.
ફાતિમા સના
શુક્રવાર ઘરઆંગણે કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વે સામેની ત્રીજી અને છેલ્લી T20 મૅચમાં પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સનાએ ઇતિહાસ રચી દીધો હતો. ફાતિમાએ ૧૭મી ઓવરમાં મેદાનમાં ઊતરીને માત્ર ૧૫ બૉલમાં બે સિક્સર અને ૮ ફોર સાથે T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી ફટકારી દીધી હતી. તે ૧૯ બૉલમાં ૬૨ રન કરીને અણનમ રહી હતી અને પાકિસ્તાની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૨૩ રન બનાવ્યા હતા. પાકિસ્તાને આ મૅચમાં ૧૩૩ રનથી વિજય મેળવીને સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી. અત્યાર સુધી T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીનો ૧૮ બૉલનો રેકૉર્ડ ન્યુ ઝીલૅન્ડની સોફી ડિવાઇન, ઑસ્ટ્રેલિયાની ફીબ લિચફીલ્ડ અને ભારતની રિચા ઘોષ સયુંક્ત રીતે ધરાવતી હતી. ફાતિમાએ આ સાથે T20 વિમેન્સ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીના રેકૉર્ડની પણ બરોબરી કરી લીધી હતી. ગયા વર્ષે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ટુર્નામેન્ટ સુપર સ્મૅશમાં વૉરવિકશર ટીમ વતી મૅરી કેલી અને ઓટાગો વતી લૉરા હૅરિસે ૧૫ બૉલમાં હાફ સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો.
