સલમાન આગાએ એકસાથે રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની, મોહમ્મદ યુસુફનો રેકૉર્ડ તોડ્યો
પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક ૧૮ રનમાં હૅટ-ટ્રિક સહિત ૪ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો
રાવલપિંડીમાં રવિવારે ઝિમ્બાબ્વે સામે ૬૯ રને જીત મેળવીને પાકિસ્તાને ત્રિકોણીય T20 સિરીઝની ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. પાકિસ્તાને બાબર આઝમના ૭૪ રન અને શાહિબઝાદા ફરહાનના ૬૩ રનની મદદથી પાંચ વિકેટે ૧૯૫ રન ફટકાર્યા હતા. હૅટ-ટ્રિક સહિત ૪ વિકેટ લેનાર સ્પિનર ઉસ્માન તારિકના તરખાટને કારણે ઝિમ્બાબ્વે ૧૯ ઓવરમાં ૧૨૬ રનમાં જ ઑલઆઉટ થયું હતું. આ સિરીઝમાં ત્રીજી ટીમ શ્રીલંકાની છે.
ઝિમ્બાબ્વે સામે ૨૦ T20 જીત નોંધાવનાર પાકિસ્તાન પહેલી ટીમ બની છે. અફઘાનિસ્તાન આ હરીફ ટીમ સામે ૧૯ મૅચ જીત્યું છે. વર્તમાન ત્રિકોણીય T20 સિરીઝમાં સતત ત્રીજી જીત મેળવનાર પાકિસ્તાન ઝિમ્બાબ્વે સામે ૨૩માંથી માત્ર ૩ મૅચ હાર્યું છે.
ADVERTISEMENT
38
આટલી ફિફ્ટી સાથે T20 ઇન્ટરનૅશનલમાં વિરાટ કોહલીના હાઇએસ્ટ રેકૉર્ડની બરાબરી કરી બાબર આઝમે.
સલમાન આગાએ એકસાથે રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની, મોહમ્મદ યુસુફનો રેકૉર્ડ તોડ્યો
પાકિસ્તાનનો T20 કૅપ્ટન સલમાન અલી આગા રવિવારે આ વર્ષની ૫૪મી ઇન્ટરનૅશનલ મૅચ રમવા ઊતર્યો હતો. આ સાથે તેણે એક વર્ષમાં સૌથી વધુ ઇન્ટરનૅશનલ મૅચ રમવાનો રેકૉર્ડ તોડ્યો હતો. તે આ વર્ષે પાંચ ટેસ્ટ, ૧૭ વન-ડે અને ૩૨ T20 મૅચ રમ્યો છે. તેના પહેલાં ૧૯૯૯માં રાહુલ દ્રવિડ, ૨૦૦૦માં પાકિસ્તાનનો મોહમ્મદ યુસુફ અને ૨૦૦૭માં મહેન્દ્ર સિંહ ધોની ૫૩-૫૩ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા હતા. સલમાન અલી આગાએ પોતાની ૩૨મી વર્ષગાંઠના દિવસે જ આ ૩ મોટા ક્રિકેટર્સના રેકૉર્ડ તોડ્યા હતા.


