પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ડિસેમ્બરમાં શ્રીલંકા સાથે ત્રિકોણીય T20 સિરીઝમાં ભાગ લેવાના બંગલાદેશના આમંત્રણને નકારી કાઢ્યું છે. T20 વર્લ્ડ કપની તૈયારી માટે બંગલાદેશ આ સિરીઝ વિશે વિચારી રહ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ડિસેમ્બરમાં શ્રીલંકા સાથે ત્રિકોણીય T20 સિરીઝમાં ભાગ લેવાના બંગલાદેશના આમંત્રણને નકારી કાઢ્યું છે. T20 વર્લ્ડ કપની તૈયારી માટે બંગલાદેશ આ સિરીઝ વિશે વિચારી રહ્યું હતું. ૨૦૨૬ના ફેબ્રુઆરી-માર્ચમાં ભારત-શ્રીલંકામાં મેન્સ T20 વર્લ્ડ કપ રમવાનું આયોજન છે.
પાકિસ્તાને પોતાના પ્લેયર્સના વર્કલોડને મૅનેજ કરવા માટે આ સિરીઝમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનની ટીમના પ્લેયર્સ આગામી બે મહિનામાં બિગ બૅશ લીગ અને અન્ય ઇન્ટરનૅશનલ સિરીઝમાં વ્યસ્ત હશે. શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ રમ્યા બાદ પાકિસ્તાન ઘરઆંગણે ઝિમ્બાબ્વે-શ્રીલંકા સાથે ત્રિકોણીય T20 સિરીઝ રમશે.


