Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એજબૅસ્ટન ટેસ્ટ-મૅચમાં ૩૩.૫ ઓવરમાં પાકિસ્તાન ૧૩૩ રન કરીને તંબુભેગું થયું

એજબૅસ્ટન ટેસ્ટ-મૅચમાં ૩૩.૫ ઓવરમાં પાકિસ્તાન ૧૩૩ રન કરીને તંબુભેગું થયું

Published : 10 September, 2026 01:00 PM | IST | Edgbaston
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એજબૅસ્ટન ટેસ્ટમાં પાકિસ્તાનની પહેલી ઇનિંગ્સ ૧૩૩ રનમાં સમેટાઈ ગઈ હતી. જૉશ ટન્ગે ચાર જ્યારે ઑલી રૉબિન્સન અને જોફ્રા આર્ચરે ત્રણ-ત્રણ વિકેટ લઈને ઇંગ્લૅન્ડને મજબૂત શરૂઆત અપાવી.

પાકિસ્તાન માટે સાઉદ શકીલ ૪૭ બૉલમાં ૪૩ રન કરીને બોલ્ડ થયો હતો.

પાકિસ્તાન માટે સાઉદ શકીલ ૪૭ બૉલમાં ૪૩ રન કરીને બોલ્ડ થયો હતો.


ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૨-૦થી કબજો કરનાર યજમાન ઇંગ્લૅન્ડે એજબૅસ્ટન ટેસ્ટ-મૅચની શરૂઆતમાં પાકિસ્તાનના ડાંડિયા ડૂલ કર્યા છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર પાકિસ્તાન પહેલી ઇનિંગ્સમાં ૩૩.૫ રમીને ૧૩૩ રન કરીને ઑલઆઉટ થયું હતું. 
સાઉદ શકીલે પાંચમા ક્રમે બૅટિંગ કરીને ૪૭ બૉલમાં ૪૩ રન કરીને પહેલી ઇનિંગ્સને બીજા સેશન સુધી ખેંચી હતી. કૅપ્ટન બાબર આઝમ ૧૮ બૉલમાં ૭ રન કરીને ફાસ્ટ બોલર જૉશ ટન્ગ સામે બોલ્ડ થયો હતો. દસમી વિકેટ માટે મોહમ્મદ અલી અને મોહમ્મદ અબ્બાસ વચ્ચે ૨૬ રનની ઇનિંગ્સની સૌથી મોટી ભાગીદારી થઈ હતી.
ઇંગ્લૅન્ડ માટે જૉશ ટન્ગે ૪ વિકેટ જ્યારે ઑલી રૉબિન્સન અને જોફ્રા આર્ચરે ૩-૩ વિકેટ લીધી હતી. બે કોચ અને ૭ પ્લેયર્સને ઘરે મોકલ્યા પછી પાકિસ્તાન ત્રીજી ટેસ્ટ-મૅચમાં ૪ ફેરફાર સાથે ઊતર્યું છે જેમાં ત્રણ પ્લેયર્સે ટેસ્ટ-ડેબ્યુ કર્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 01:00 PM IST | Edgbaston | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK