૧૬થી ૨૬ માર્ચ વચ્ચે ન્યુ ઝીલૅન્ડમાં રમાશે પાંચ મૅચની સિરીઝ
ટ્રોફી ફોટોશૂટમાં બન્ને કૅપ્ટનના સ્થાને પાકિસ્તાનનો મોહમ્મદ હારિસ અને ન્યુ ઝીલૅન્ડનો ઈશ સોઢી આવ્યા હતા.
ન્યુ ઝીલૅન્ડમાં આવતી કાલથી પાકિસ્તાનીઓ અને કિવીઓ વચ્ચે T20નો જંગ જામશે. ૧૬થી ૨૬ માર્ચ દરમ્યાન પાંચ મૅચની સિરીઝ રમાશે, જેમાંથી ભારતીય સમય અનુસાર પહેલી બે મૅચ સવારે ૬.૪૫ વાગ્યે શરૂ થશે, જ્યારે બાકીની ત્રણ મૅચ ૧૧.૪૫ વાગ્યાથી શરૂ થશે. ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર આ તમામ મૅચનો આનંદ માણી શકાશે.
બન્ને ટીમ નવા કૅપ્ટનના નેતૃત્વ હેઠળ આ સિરીઝ રમવા ઊતરશે. સલમાન અલી આગા પાકિસ્તાનની અને માઇકલ બ્રેસવેલ ન્યુ ઝીલૅન્ડની કમાન સંભાળશે. બન્ને ટીમ વચ્ચે એપ્રિલ ૨૦૨૪ બાદ પહેલી વાર T20 ફૉર્મેટની મૅચ રમાઈ રહી છે. બન્ને ટીમ વચ્ચે ૧૦ વાર T20 સિરીઝ રમાઈ છે જેમાંથી ત્રણ સિરીઝ ડ્રૉ રહી હતી, જ્યારે ત્રણ સિરીઝમાં પાકિસ્તાન અને ચારમાં ન્યુ ઝીલૅન્ડની જીત થઈ છે. પાંચ વાર ન્યુ ઝીલૅન્ડની ધરતી પર રમાયેલી T20 સિરીઝમાંથી પાકિસ્તાન માત્ર એક વાર ૨૦૧૭-’૧૮માં કિવી સામે સિરીઝ જીતી શક્યું હતું.
ADVERTISEMENT
T20 હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૪૪ |
પાકિસ્તાનની જીત |
૨૩ |
ન્યુ ઝીલૅન્ડની જીત |
૧૯ |
નો-રિઝલ્ટ |
૦૨ |
મૅચનો સમય
સવારે ૬.૪૫ વાગ્યાથી

